For Quick Alerts
For Daily Alerts
આ હેલ્મેટને જોઇ જરૂર ખરીદવાની ઇચ્છા થઇ જશે
મિત્રો આપે હેલ્મેટ જરૂર જોયું હશે, અરે જોયું શું પહેર્યું પણ હશે. પરંતુ આપની સમક્ષ એવું હેલ્મેટ આવી રહ્યું છે જેને જોઇને તમને જરૂર તેને ખરીદવાનું મન થઇ જશે. વરસાદની ઋતુમાં તમને આ હેલ્મેટ ઘણું ઉપયોગી સાબિત થશે.
દુનિયામાં એકથી એક ચડિયાતી ટેકનોલોજી નિષ્ણાંતો છે જે દિવસેને દિવસે પોતાની શોધથી તમને અભિભૂત કરી મૂકે છે. તેમાંથી એક ફર્મ એકમા છે જે દુનિયાભરમાં શાનદાર બાઇકો અને એસેસરીઝનું એક્ઝિબિશન કરાવે છે.
એક્માએ એક શાનદાર હેલ્મેટને રજૂ કર્યું છે. આ હેલ્મેટમાં એક ખાસ પ્રકારનું વાઇપર આપવામાં આવ્યું છે હેલ્મેટની ઉપર રાકેલ એક મોટર સિસ્ટમથી ચાલે છે. જ્યારે આપ બાઇક પર હોવ અને વરસાદ આવતો હોય ત્યારે આ મોટર ઓન કરી દેવાની રહેશે.
વાઇપર ચાલુ થતા જ હેલ્મેટના કાચ પર લાગેલ પાણી સાફ થઇ જશે. અને તમને સ્પષ્ટ દેખાશે અને તમારી બાઇક જરા પણ ધીમી નહીં પડે. જોકે આ હેલ્મેટને ક્યારે બજારમાં મૂકાશે તે અંગે કોઇ જાણકારી આપી નથી.