દુબઇમાં પત્ની સાથે ઝઘડ્યા બાદ ભારતીયએ આપ્યો જીવ

સ્થાનીય મીડિયાએ વરિષ્ઠ પોલીસ અધિકારીના હવાલાથી જણાવ્યું કે આ વ્યક્તિના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. ઝુમેરા લેક વિસ્તારમાં આવેલા તેના મકાનમાં તેની પત્ની સાથે ઝઘડો થયો, ત્યારબાદ તેની પત્ની ઘરમાંથી જતી રહી હતી. ત્યારબાદ તેણે કૂદીને પોતાનો જીવ આપી દીધો.
દુબઇ પોલીસ અપરાધીક તપાસ વિભાગ(સીઆઇડી)ના નિર્દેશક બ્રિગેડિયર ખલિલ ઇબ્રાહિમ અલ મંસૂરીના હવાલે મીડિયામાં જણાવ્યું કે 'આ આત્મહત્યાનો મામલો છે, હત્યાનો નહીં. '
મંસૂરીએ જણાવ્યું કે શરૂઆતી તપાસ અને ફોરેંસિક તપાસથી ધ્યાનમાં આવે છે કે આ ઘટના પાછળ કોઇ આપરાધિક કાવતરું નથી. તેમણે જણાવ્યું કે 'આ વ્યક્તિનો તેની પત્ની સાથે ઝઘડો થઇ ગયો હતો, અને તે ઘરેથી જતી રહેવાના પગલે તેણે આ પગલું ભર્યું હતું.'












Click it and Unblock the Notifications
