For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

''મર્દ કો કભી દર્દ નહીં હોતા''ના ડાયલોગને સાર્થક કરતો માનવી !

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

steve-pit
કલ્પના કરો કે દુનિયામાંથી દર્દ નામનો શબ્દ ગાયબ થઇ જાય તો, સાંભળવામાં તો આ ઘણું સારું લાગે છે. પરંતુ આનાથી ઘણા પ્રકારની સમસ્યાઓ ઉભી થઇ શકે છે. અમેરિકાના વોશિંગ્ટનમાં રહેનાર સ્ટીવ પીટ આ દર્દરહિત દુનિયાની મુશ્કેલીનો કડવો અનુભવ કરી રહ્યાં છે. સ્ટીવ કાન્જેનિટલ એનાલ્જેસિયા નામના એક આનુવંશિક બિમારીથી પીડાય છે. આ બિમારીના કારણે તેમને કોઇપણ પ્રકારના દર્દનો અનુભવ થતો નથી.

સ્ટીવનો અંગૂઠો દબાવતાં તેમને કંઇક ખબર પડતી નથી. આટલું જ નહી દાંત કાઢવા માટે તેમને કોઇપણ પ્રકારની બેભાની દવા લેવી પડતી નથી કારણ કે તેમને તેની જરૂર પડતી જ નથી. તેમના જીવનમાં ક્યારેય તેમને માથાનો દુખાવો થયો નથી.

જો કે દર્દ શરીરના એક મુખ્ય જૈવિક ચેતાવણી તંત્રનો ભાગ છે. દર્દના કારણે આપણને એ અહેસાસ થાય છે કે આપણે શું સારું કરી રહ્યાં છે, શું ખોટુ કરી રહ્યાં છીએ. કયું કામ આપણે બંધ કરી દેવું જોઇએ. સ્ટીવનો કેસ તે સમયે સામે આવ્યો હતો કે જ્યારે નાનપણમાં તેમના દાંત નીકળી રહ્યા હતા અને એકવાર તે કોઇપણ પ્રકારના દર્દ વિના જીભનો કેટલોક ભાવ ચાવી ગયા હતા. જેમ જેમ તે મોટા થતા ગયા તેમ તેમ તેમની સમસ્યા જટીલ બનતી ગઇ.

આનુવાંશિક બિમારી ?

જો કે તેમને એક ભાઇ છે. ત્રીસ વર્ષીય સ્ટીવને એક પુત્ર પણ છે, પરંતુ તેમના સિવાય કોઇને પણ આ પ્રકારની સમસ્યા નથી. તેમને આની ચૂકવણી પડી હતી. નાનપણમાં જ્યારે તમારો પગ ભાંગી જાય છે તો દર્દ થાય છે અને તમે તે કામ ફરીથી કરતા નથી, પરંતુ જો તમને દર્દનો અનુભવ થતો નથી તો તમારા પગ પર વારંવાર જખમ થતા રહે છે અને તે લાપરવાહ બની જાવ છો.

હાલમાં સ્ટીવ એક અધ્યન શિબિરમાં ભાગ લઇ રહ્યાં છે કે જ્યાં તેમની સ્થિતિ પર ચર્ચા થઇ રહી છે. જે ચાર લોકો પર અધ્યન થઇ રહ્યું છે તેમાં તેમનો સમાવેશ થાય છે. અહીંયા કેટલાક એવા લોકો છે જેમને વારંવાર દર્દ થાય છે વીસ વર્ષીય પીટર ક્યારેક હાથમાં તો ક્યારેક પગમાં દર્દ અનુભવે છે.

અહીં કેટલાક મુદ્દાઓ પર અધ્યનના માધ્યમથી વૈજ્ઞાનિક દર્દ સાથે જોડાયેલા પરિપથોની જટીલતા અને તેમના કારણો વિશે શોધ કરવા માંગે છે. આ સાથે સાથે તે પણ શોધવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે દર્દનો અનુભવ કરવામાં મસ્તિકની શું ભૂમિકા હોય છે.

એક જ આધાતથી અલગ-અલગ વ્યક્તિઓને જુદી-જુદી માત્રામાં દર્દ થાય છે. વૈજ્ઞાનિક આઅ કારણો પર અધ્યન કરી રહ્યાં છે, દર્દ અંગે કાર્યશાળા લંડનમાં સાયન્સ મ્યૂઝિયમમાં આઠ નવેમ્બરથી જુલાઇ 2013 સુધી ચાલશે.

(ફોટો: બીબીસી હિન્દી)

English summary
A man who never feel body pain : blessing or curse?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X