Video : 25 વર્ષથી આ પાકિસ્તાની ખાલી ખાય છે આ વસ્તુ?
પાકિસ્તાનમાં એક વ્યક્તિ છેલ્લા ૨૫ વર્ષથી વૃક્ષના પાંદડા, લાકડા, ડાળીઓ ખાઈને જીવે છે. અહીં જુઓ આ વીડીયો.
સાંભળવામાં તમે વિચિત્ર લાગતો હશો પરંતુ પાકિસ્તાનનો આ માણસ છેલ્લાં 25 વર્ષોથી ખાવાથી માત્ર વૃક્ષોના પાંદડા અને ડાળીઓ ખાઈને જીવે છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં રહતો એક વ્યક્તિ ખુબજ ગરીબ છે. જેનો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.ગરીબીનાં કારણે તે પોતાના માટે દિવસનાં બે સમયનું ભોજન પુરૂ નથી પાડી શકતો હતો. તે પોતાની ભુખ શાંત કરવા માટે છેલ્લા 25 વર્ષથી વૃક્ષના પાંદડા અને ડાળી ખાઈને જીવન ચલાવી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય દ ન્યુજ અહેવાલ મુજબ મહમૂદ બટ્ટ પાસે કોઈ કામ નથી. કામ ન મળવાના કારણે નાણાં એકત્ર કરવા માટે તે અસમર્થ હતો. પૈસા ના હોવાના કારણે વૃક્ષના પાંદડા, લાકડા, ડાળીઓ ખાઇને પોતાની ભુખ મીટાવતો છે. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે તેમણે આ વનસ્પતિ ભોજન ચાલુ કર્યું ત્યારથી તેઓ કદી બિમાર પડયા નથી.
પોતાની લાચારી પર તે કહે છે કે તેને અત્યંત મુશ્કેલી થતી હતી ખોરાક મેળવવા માટે. પણ તેમણે વિચાર્યું કે શેરીઓમાં ભીખ માંગવા કરતા તો વૃક્ષના પાંદડા અને ડાળખા ખાઈને નભવું સારું છે. તે પછી ભાગ્યચક્ર ફર્યું તેઓ તેમની ખચ્ચર ગાડીમાં એક સ્થળેથી બીજા સ્થળે વસ્તુ પહોંચાડવાનું કામ મળવા લાગ્યું. તે પછી પણ તેમને પોતાની આદત બદલવાનું ગમ્યું નહીં અને રાબેતા મુજબ તાજા પાંદડા- ડાળખા- ખાવાનું ચાલુ રાખ્યું. તે જણાવે છે કે તેમની આજ આદતના કારણે, આટલા વર્ષો સુધી તે બિમાર પણ પડયા નથી. એટલું જ નહીં લોકો તેમને આ આદતનાં કારણે હવે તેમને ઓળખવા લાગ્યા છે. તેને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. ત્યારે જુઓ ડાળીઓ ખાતા આ પાકિસ્તાની વ્યક્તિનો આ વીડિયો....












Click it and Unblock the Notifications
