For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં બર્ફીલા તોફાનનુ હાઈ એલર્ટ, 1600 ફ્લાઈટ રદ, સ્કૂલો પણ રહેશે બંધ

અમેરિકામાં પૂર્વોત્તરના તટવર્તી વિસ્તારોમાં સોમવારે બર્ફીલા તોફાને પોતાનો કહેર વર્તાવવાનુ શરૂ કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્કઃ winter storm in US: અમેરિકામાં પૂર્વોત્તરના તટવર્તી વિસ્તારોમાં સોમવારે બર્ફીલા તોફાને પોતાનો કહેર વર્તાવવાનુ શરૂ કરી દીધુ છે. આ વિસ્તારોમાં ભારે હિમવર્ષા સાથે ઝડપી પવન ફૂંકાવો પણ શરૂ થઈ ગયો જેના કારણે આ વિસ્તારોમાં લોકોને પ્રચંડ શરદીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બર્ફીલા તોફાનથી ન્યૂયોર્ક સહિત ઘણા મોટા શહેરોને એકદમ ઠપ્પ કરી દીધા છે. જો કે ભવિષ્યવાણી એ કરવામાં આવી છે કે મંગળવારે આ બર્ફીલુ તોફાન વધુ ખતરનાક સ્વરૂપ ધારણ કરી લેશે. સાવચેતી રૂપે લગભગ 1600 ફ્લાઈટ્સને રદ કરી દેવામાં આવી છે. વળી, પ્રભાવિત વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

snowstorm

આ વિસ્તારમાં થઈ ભીષણ બર્ફીલા તોફાનની ભવિષ્યવાણી

રાષ્ટ્રીય હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ આ બર્ફીલા તોફાનના કારણે પૂર્વી પેનસિલ્વેનિયા, ઉત્તર ન્યૂજર્સી અને દક્ષિણ ન્યૂયોર્કના મોટા ભાગ પ્રભાવિત થશે. કહેવામાં આવી રહ્યુ છે કે આ વિસ્તારોમાં બર્ફીલા તોફાન બાદ 1થી 2 ફૂટ મોટા બરફની ચાદર પથરાઈ જશે અને ઠંડી પોતાના ચરમ પર હશે.

ન્યૂયોર્કમાં 17 ઈંચ સુધી પડ્યો બરફ

તમને જણાવી દઈએ કે સોમવારની સાંજ સુધી ન્યૂજર્સી અને પેનસિલ્વેનિયાના અમુક ભાગોમાં 27 ઈંચ(68 સેમી) અને ન્યૂયોર્ક શહેરના અમુક ભાગોમાં 17 ઈંચ(43 સેમી) સુધી બરફ પડ્યો. વળી, 13 ઈંચ(33 સેમી)થી વધુ બરફ મેનહટ્ટન વિસ્તારમાં પડ્યો જેના કારણે સેન્ટ્રલ પાર્ક એકદમ ઢંકાઈ ગયુ.

કોરોના કેસોમાં મોટો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 8625 નવા કેસકોરોના કેસોમાં મોટો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 8625 નવા કેસ

English summary
A powerful snowstorm in US Northeast on tuesday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X