Video: દુકાનમાં ઘૂસી ગયેલા લૂંટારાની શીખ માલિકે કરી 'દેશી' ધોલાઈ, વિદેશી ચોરે માંગી દયાની ભીખ

America's Grocery Store Viral Video: અમેરિકામાં એવી ઘણી ઘટનાઓ સામે આવે છે જ્યાં લૂંટારાઓ ધોળે દિવસે દુકાનો લૂંટી લેતા હોય છે અને દુકાન માલિકો બિચારા જોતા જ રહી જાય છે. જો કે, આ વખતે કંઈક ઉલટુ જ બન્યુ છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં માસ્ક પહેરેલો લૂંટારો એક શીખની દુકાનમાં ઘૂસી જાય છે અને લૂંટ કરવાનું શરૂ કરે છે. પરંતુ ત્યારબાદ શીખ દુકાનદાર રબરના સળિયાથી એવો દેશી મેથીપાક ચખાડે છે જે એ ચોર ક્યારેય નહિ ભૂલે.

sikkh

વીડિયોમાં જોવા મળે છે કે ચહેરા પર વાદળી રંગનું કપડું પહેરેલ એક વ્યક્તિ ડસ્ટબિનને આગળ ધકેલે છે અને તેમાં સામાન ભરવા લાગે છે. જ્યારે સ્ટોરનો માલિક તેને રોકે છે, ત્યારે ચોર એક છુપાયેલ હથિયાર બતાવે છે અને માલિકને ચેતવણી આપે છે અને પીછેહઠ કરે છે.

દુકાનમાં કોઈ વ્યક્તિ પોલીસને બોલાવવાની ધમકી આપે છે પરંતુ ચોર કોઈપણ ડર વિના કાઉન્ટર પરથી સામાન ભરવાનુ શરુ કરે છે. આ સમગ્ર ઘટનાને એક વ્યક્તિ દૂરથી પોતાના કેમેરામાં કેદ કરે છે. તે જ સમયે તે વ્યક્તિ કહે છે કે અરે, તેને જવા દો. તમે કશું કરી નહિ કરી શકો. એ કંઈ નહિ કરે. આ દરમિયાન, ચોર અલમારીઓ ખાલી કરવાનું ચાલુ રાખે છે અને પછી બહાર નીકળવા લાગે છે.

જ્યારે તે જવા લાગે છે ત્યારે દુકાનદારે બહાદુરીથી ચોરને હાથેથી પકડી લીધો. સ્ટોર માલિક શીખ હોવાનું જણાઈ રહ્યુ છે. તે ચોરને લાકડીથી મારવાનું શરૂ કરે છે. દૂરથી વીડિયો બનાવનાર વ્યક્તિ કહે છે કે આવું ના કરો. ના કરો યાર. આવા ના કરો!" પરંતુ શીખ માલિક, ગુસ્સે થઈને, ચોરને ત્યાં સુધી મારવાનું ચાલુ રાખે છે જ્યાં સુધી તે નીચે પડીને દયાની ભીખ નથી માંગતો.

આ ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થયો છે. શીખ કરિયાણાની દુકાનના વખાણ કરતાં કહ્યું કે શીખ કંઈ પણ કરી શકે છે. એક યુઝરે લખ્યું કે બધા હીરો કેપ પહેરતા નથી. અમુક પાઘડી પહેરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X