આ મહિલા 'કુંભકર્ણ' 64 દિવસ સુધી સુતી રહી !

તેની માતા વિકી ડેલીનનું કહેવું છે કે જ્યારે તે જમે છે ત્યારે તે ઉંઘમાં હોય છે તેને તે દરમિયાન કશું જ યાદ હોતું નથી. આવા સમયે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નિકોલે જણાવ્યું હતું કે તેના પરિવાર સાથે થેંક્સ ગિવિંગ, ક્રિસમસ, જન્મદિવસ અને ડિઝ્ની વર્લ્ડની યાત્રાઓ એ માટે માણી શકી નથી કારણ કે તે સમયે તે ઉંઘ માણી રહી હતી.
આટલી ગાઢ નિંદ્રાનું કારણ શું છે
ડોક્ટરોના જણાવ્યા અનુસાર નિકોલ ડેલીન ઉંઘની એક દુલર્ભ બિમારી ક્લીવન લેવિન એટલે કે સ્લિપિંગ સિંડ્રોમથી પીડાય છે. ક્લીવન લેવિનની વેબસાઇટમાં લખવામાં આવ્યું છે કે આ બિમારીથી પીડાતા લોકો કોઇ પણ લક્ષણ વિના કેટલાક અઠવાડિયાઓ, મહિનાઓ અથવા વર્ષો સુધી સુતા રહે છે. નિકોલની માતાએ જણાવ્યું હતું કે ગત માર્ચ મહિનામાં નિકોલ ડેલીન એક લાંબી નિદ્રા બાદ જાગી હતી. ખબર નથી કે હવે ક્યારે તેને લાંબી નિદ્રા આવશે.
આ બિમારી અંગે નિકોલ ડેલીનની માતા વિકીનું કહેવું છે કે બિમારીની ખબર પડવી તે ભારે હેરાનગતિવાળી વાત છે. તેની માતાએ જણાવ્યું હતું કે તેની સારવાર માટે અમે ઘણા ડોક્ટરોનો સંપર્ક કર્યો અને સારવાર કરાવી પરંતુ ત્યારબાદ થોડી રાહત મળી.
જો કે આ બિમારીના કારણે તેના પરિવારજનોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેમને નિકોલને ઉંઘમાં ખવડાવવું પડે છે અને તે ઉંઘના કારણે પારિવારીક કાર્યક્રમોમાં ભાગ લઇ શકતી નથી.












Click it and Unblock the Notifications
