દુનિયાનું એક એવુ ગામ જ્યા કોઈ કપડા નથી પહેરતું? જાણો કેમ?
બ્રિટનના સ્પીલપ્લાટ્ઝ નામનું આ ગામ હર્ટફોર્ડશાયરમાં આવેલુ છે. અહીંના લોકો આર્થિક રીતે પણ સદ્ધર છે. પરંતું તેઓ એક પરંપરાને કારણે આવુ કરે છે. આ લોકો તેમની માન્યતાને આજે પણ જીવે છે.
દુનિયા વિવિધતાઓથી ભરેલી છે. ભાષા, સંસ્કૃતિ અને સ્થળના આધારે લોકોની જીવન જીવવાની રીતભાત બદલાય છે. દુનિયામાં કેટલીક એવી પણ જગ્યાઓ છે જે એકદમ વિચિત્ર છે. આવી જ એક જગ્યા બ્રિટનમાં આવેલી છે. અહીંના લોકો જીવનમાં ક્યારેય કપડા પહેરતા નથી. આ પરંપરાઓ પાછળ શું જવાબદાર છે એ આજે અમે તમને જણાવવાના છીએ.

બ્રિટનમાં આવેલી આ જગ્યા તેની વિચિત્રતાને કારણે દુનિયામાં જાણીતી છે. આ દુનિયાનું એકમાત્ર ગામ છે જ્યાના લોકો કપડા વગર જીવન જીવે છે. એવુ નથી કે અહીંના લોકો કોઈ જનજાતિના લોકો છે કે તેમની પાસે પુરતા કપડા નથી. પરંતુ આ લોકો જાણી જોઈને આવુ કરે છે.
બ્રિટનના સ્પીલપ્લાટ્ઝ નામનું આ ગામ હર્ટફોર્ડશાયરમાં આવેલુ છે. અહીંના લોકો આર્થિક રીતે પણ સદ્ધર છે. પરંતું તેઓ એક પરંપરાને કારણે આવુ કરે છે. આ લોકો તેમની માન્યતાને આજે પણ જીવે છે.
આ ગામમાં કપડા વગર રહેવાની પરંપરા 85 વર્ષથી ચાલી આવી રહી છે. અહીંના લોકો શિક્ષિત અને શ્રીમંત છે પરંતુ સ્ત્રી-પુરુષો, બાળકો, વૃદ્ધો અને યુવાનો કોઈ વસ્ત્રો પહેરતા નથી. આ વિચિત્ર ગામની શોધ વર્ષ 1929માં ઇસુલ્ટ રિચર્ડસને કરી હતી.
કપડા ન પહેરવાની પરંપરાને કારણે આ ગામ દુનિયાભરમાં પ્રખ્યાત છે અને લોકો તેને જોવા આવે છે. જો કે સૌથી મોટી વાત એ છે કે અહીં આવતા લોકોને પણ કપડાં વગર રહેવુ પડે છે.
જો કે પ્રવાસીઓને ઠંડી હોય ત્યારે તેને કપડાં પહેરવાની છૂટ છે. આ ગામના લોકો બહાર જાય છે ત્યારે કપડાં પહેરીને જાય છે પરંતુ ગામમાં પ્રવેશતા જ કપડાં ઉતારવા પડે છે. સ્થાનિક વડીલો જણાવે છે કે આ નિયમ સ્વતંત્રતા અનુભવવા માટે બનાવવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
