For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માત્ર 5 મિનિટનો આ ટેસ્ટ જણાવશે તમે કોરોનાથી સંક્રમિત છો કો નહિ, યૂએસ કંપનીનો દાવો

માત્ર 5 મિનિટનો આ ટેસ્ટ જણાવશે તમે કોરોનાથી સંક્રમિત છો કો નહિ, યૂએસ કંપનીનો દાવો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કહેર આખી દુનિયામાં યથાવત છે. આ વાયરસનો કોઈ ઈલાજ હજી સુધી મળી શક્યો નથી જ્યારે તેના ટેસ્ટમાં પણ પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં અમેરિકાની એક મેડિકલ ડિવાઈસ બનાવતી કંપની એબૉટ લેબોરેટરીઝે વાયરસના સંક્રમણના ટેસ્ટ માટે એક પોર્ટેબલ ટેસ્ટનું પ્રદર્શન કર્યું છે. જેમાં દાવો કરવામાં આવ્યો કે કોરોના વાયરસનો ટેસ્ટ માત્ર 5 મિનિટમાં જ કરી શકાય છે.

Coronavirus

કંપનીનો દાવો છે કે આનાથી જલદી જ કોરોના વાયરસના મામલાની તપાસ થઈ શકશે. આ કંપનીએ કહ્યું કે કોરોના વાયરસનો આ ટેસ્ટ તેમના ID NOW પ્લેટફોર્મ પર થશે, જે એક નાનું, હળવું અને પોર્ટેબલ ડિવાઈસ છે. આ મોલિક્યૂલર ટેક્નિક પર કામ કરે છે. જણાવી દઈએ કે આ સમયે અમેરિકામાં કોરોના વાયરસના સૌથી વધુ સંક્રમિત મામલા સામે આવી ચૂક્યા છે.

લેબે કહ્યું કે FDAએ વાયરસનો પતો લગાવવા માટે મોલિક્યૂલર પોઈન્ટ ઑફ કેર ટેસ્ટ માટે EUA જાહેર કરી દીધું છે. કંપની દ્વારા જણાવવામાં આવ્યું કે આ ડિવાઈસનો ઉપયોગ યૂએસમાં ઈન્ફ્લુએન્જા એ અને બી, તથા આરએસવી ટેસ્ટ માટે કરવાાં આવે છે. અમેરિકામાં અત્યાર સુધી કોરોના વાયરસના કારણે 1696 લોકોના મોત થયાં છે.

હાલ કોરોના વાયરસના મદ્દીની પુષટિ કરવામાં બે દિવસ અથવા તેનાથી વધુ સમય લાગી રહ્યો છે, જેને જોતા દુનિયાભરના લેબ અને વૈજ્ઞાનિક આ અવધિને ઘટાડવા માટે ટેસ્ટ કિટ બનાવવામાં લાગ્યા છે. આ વાયરસની વેક્સિન ના હોવાના કારણે પહેલા જ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે. હાલ આખી દુનિયામાં કોરોના વાયરસથી 6 લાખ લોકો સંક્રમિત છે જ્યારે આ વાયરસથી 27 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યાં છે.

કોરોના વાયરસના 9 સૌથી ખાસ લક્ષણ, રોગીને થાય છે આ સમસ્યાકોરોના વાયરસના 9 સૌથી ખાસ લક્ષણ, રોગીને થાય છે આ સમસ્યા

English summary
abbott laboratories claims a test can detect COVID-19 in 5 minutes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X