For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલંબિયાઃ ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, 200થી વધુ લોકોની મોત

ભારે વરસાદને કારણે કોલંબિયાની ત્રણ નદીઓમાં પૂર આવ્યું છે. આ ઘટનામાં 200 લોકોના મૃત્યુ સિવાય અનેક લોકો ગાયબ થયા હોવાના પણ સમાચાર છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

કોલંબિયા ના દક્ષિણ વિસ્તારમાં એક મોટી ભેખડ ધસી પડતાં આ ઘટનામાં 200થી વધુ લોકોનું મૃત્યુ થયું છે. ભારે વરસાદના કારણે કોલંબિયાના પુટુમાયો પ્રોવિંસના મોકોવામાં આ કુદરતી આપત્તિ આવતાં કાદવવાળું પાણી બધે ફરી વળ્યું છે. આ આપત્તિમાં જાન-માલનું ભારે નુકસાન થયું છે. કોલંબિયામાં રેક ક્રોસના પ્રવક્તા ગેબ્રિયલ ઉમાનાએ સીએનએન ને જણાવ્યું કે, આ કુદરતી આપત્તિમાં 206 લોકોનું મૃત્યુ થયું છે, જ્યારે 220 લોકોના ગાયબ થયા હોવાના સમાચાર છે. આ ઘટનામાં 300 પરિવાર બેઘર થયા છે.

colombia

ભારે વરસાદના કારણે આ વિસ્તારની ત્રણ નદીઓમાં પૂર આવવાના કારણે લોકોના ઘરોમાં પાણી અને કાદવ ધસી ગયા છે. ઘણા પુલો આ ઘટનામાં વહી ગયા, ઘણા રસ્તાઓ પાણી નીચે ગાયબ થઇ ગયા. આ ઘટનામાં કોલંબિયાના 25,000થી વધુ ઘર નષ્ટ થઇ ગયા છે. રાષ્ટ્રપતિ જુઆન મેનુઅલ સેન્ટોસે કહ્યું કે, મૃતકોની સંખ્યા અંગે હાલ કશું કહી શકાય એમ નથી. તેમણે કહ્યું કે, મૃતકોની સંખ્યા વધી પણ શકે છે, કારણ કે ઘણા લોકો ગાયબ પણ થયા છે.

અહીં વાંચો - પાકિસ્તાનના પંજાબમાં દરગાહના સંરક્ષકે 20 લોકોને ઠાર માર્યાઅહીં વાંચો - પાકિસ્તાનના પંજાબમાં દરગાહના સંરક્ષકે 20 લોકોને ઠાર માર્યા

રાષ્ટ્રપતિએ દેશમાં કટોકટીની પરિસ્થિતિ જાહેર કરી છે. કોલંબિયાની સેના તથા નેશનલ ફાયર સર્વિસ રાહત અને બચાવના કાર્યોમાં વ્યસ્ત છે. પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં કાદવ તથા વીજળી, પાણીના અભાવને પરિણામો બચાવ કાર્યમાં વિઘ્નો ઊભા થઇ રહ્યાં છે. હેલિકોપ્ટરની મદદથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. સ્થાનિક હોસ્પિટલમાં પણ પરિસ્થિતિ ખરાબ છે.

English summary
After the landslide leaves more than 200 dead in Putumayo Province in Colombia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X