અફઘાનિસ્તાનના કાબુલમાં વધુ એક મોટો હુમલો, 40નું મૃત્યુ

Written By:
Subscribe to Oneindia News

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ઓલ્ડ મોલ બિલ્ડિંગની બહાર એક મોટો ધમાકો થયો હતો, જેમાં ઓછામાં ઓછા 40 લોકોના મરવાની ખબરની પુષ્ટી કરવામાં આવી છે. અફઘાનિસ્તાનમાં આ વર્ષે આ સૌથી મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે. અફઘાન મીડિયા અનુસાર, કાબુલ શહેરમાં સાદારત સ્ક્વેરમાં ગૃહ મંત્રાલયની જૂની ઇમારતના ગેટની બહાર એક કાર બોમ્બ વિસ્ફોટમાં 140 લોકો પણ ઘાયલ થયા છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ લખાય છે ત્યાં સુધી કોઇ પણ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી નથી લીધી. કાબુલમાં બપોરે 1 વાગે આ હુમલો થયો હતો. ગત અઠવાડિયા બાદ અફઘાનિસ્તાનમાં આ બીજો મોટો આતંકી હુમલો છે. અફઘાન હેલ્થ મિનિસ્ટ્રી અનુસાર, આ હુમલામાં 140 લોકો ઘાયલ થયા છે.

Kabul

અફઘાનિસ્તાન સતત આતંકી હુમલાઓનો સામનો કરી રહ્યું છે. આ પહેલાં 24 જાન્યુઆરીના રોજ સેવ ધ ચિલ્ડ્રન ઓફિસની બાહર થયેલ હુમલામાં લગભગ 11 લોકો ઘાયલ થયા હતા. ગત સપ્તાહે કાબુલની લક્ઝરી હોટલમાં ત્રણ આતંકવાદી ઘુસી ગયા હતા, જેમાં 22 લોકોનું મૃત્યુ થયું હતું. આંતકીઓએ કાબુલમાં ઇન્ટરકૉન્ટિનેન્ટલ હોટલને મુંબઇના 26-11 હુમલાની માફક કબ્જો કરી હતી. લગભગ 12 કલાકના સૈન્ય અભિયાન બાદ હોટલને આતંકીઓમાંથી છોડાવવામાં આવી. અફઘાનિસ્તાનમાં તાલિબાન અને હક્કાની નેટવર્ક આતંકી સંગઠન ખૂબ સક્રિય છે અને દશકોથી આ આતંકી આઘાતો ઝોલી રહેલ અફઘાનિસ્તાન વર્તમાન સમયમાં દુનિયાનો સૌથી વધુ આતંકગ્રસ્ત દેશ બન્યો છે. અફઘાનિસ્તાનમાં આતંકીઓના ખાત્મા માટે અમેરિકા અને અફઘાન સુરક્ષા દળ છેલ્લા 17 વર્ષોથી સંઘર્ષ કરી રહ્યાં છે, પરંતુ હજુ સુધી તેમને કોઇ સફળતા નથી મળી.

English summary
Afghanistan: Massive attack in Kabul, 110 wounded.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.