હમાસ અને હિઝબુલ્લાહ પછી હુતી પણ ઇઝરાયેલ સામે મેદાનમાં ઉતર્યુ, જાણો આ સંગઠન કેટલુ ખતરનાક?
ઇઝરાયેલે ગાઝાને ખતમ કરવા માટે પોતાની સેનાને જમીન પર ઉતારી દીધી છે. તો બીજી તરફ હમાસ અને હિઝબુલ્લાહ પછી હુતી આતંકીઓ પણ હમાસના સમર્થનમાં આવ્યા છે.
ગાઝા તરફી ઉગ્રવાદીઓએ ઇઝરાયેલને સંપૂર્ણ રીતે ઘેરી લેવાની યોજના બનાવી છે. આમાં ત્રણ આતંકવાદી સંગઠન હમાસ, હિઝબુલ્લાહ અને હુતી એક સાથે આવી રહ્યા છે.

તુથી બળવાખોરોએ યમનથી ઇઝરાયેલ પર એક પછી એક અનેક મિસાઇલો છોડી હતી. જો કેઅમેરિકાએ આ મિસાઇલ હુમલાને નિષ્ફળ બનાવ્યો અને તેને હવામાં જ ખતમ કરી દીધી. અત્યાર સુધી ઈઝરાયેલ બે મોરચે લડી રહ્યું હતું ગાઝા અને લેબનોન બોર્ડર. ગુરુવારે પ્રથમ વખત હુતી બળવાખોરોએ યમન સરહદેથી હુમલો કર્યો છે.
અમેરિકી રક્ષા મંત્રાલય અનુસાર, લાલ સમુદ્રમાં તૈનાત અમેરિકન યુદ્ધ જહાજ USS કાર્નેએ યમનમાંથી 3 મિસાઈલોને તોડી પાડી છે. પેન્ટાગોને દાવો કર્યો છે કે યમનના હુતી વિદ્રોહીઓએ 3 મિસાઈલો અને ઘણા ડ્રોન છોડ્યા હતા, જે ઈઝરાયેલ તરફ આગળ વધી રહ્યા હતા પરંતુ અમેરિકન યુદ્ધ જહાજે તેમને હવામાં તોડી પાડ્યા.
એક તરફ હુતી વિદ્રોહીઓ ઈઝરાયેલ પર હુમલો કરી રહ્યા છે તો બીજી તરફ શુક્રવારે યમનમાં હુતી વિદ્રોહીઓએ મોટું પ્રદર્શન કર્યું હતું.
ગન અને રોકેટ સાથે કરવામાં આવેલા પ્રદર્શનમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. તેઓ ઇઝરાયેલ અને અમેરિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, રસ્તાઓ પર યુદ્ધ લડવા માટે તૈયાર ભીડ જોવા મળી. ઘણા કિલોમીટર સુધી ફક્ત હુતી બળવાખોરો જ દેખાતા જોવા મળ્યા હતા.












Click it and Unblock the Notifications
