For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકા-કેનેડા બાદ લંડનનો વારો, કુદરતના કહેરથી કેવી રીતે બચશે પશ્ચિમી દેશ?

અમેરિકા-કેનેડા બાદ લંડનનો વારો, કુદરતના કહેરથી કેવી રીતે બચશે પશ્ચિમી દેશ?

|
Google Oneindia Gujarati News

અમેરિકા અને કેનેડામાં લોકો ભયાનક ગરમીથી ત્રાહિમામ થઈ ચૂક્યા છે. અમેરિકામાં ગરમીને કારણે પક્ષીઓની પાંખ સળગવા લાગી છે, જ્યારે કેનેડામાં સમુદ્રનું પાણી પણ ગરમીને કારણે ઉકળવા લાગ્યું છે અને કરોડો સમુદ્રી જીવના મોત થયાં છે. લંડનની સ્થિતિ જોતાં ગ્લોબલ વૉર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ કેવી અસર કરી શકે તેનો અંદાજો આસાનીથી લગાવી શકો છો. લંડનમાં ભારે વરસાદ બાદ ચારેતરફ પાણી જ પાણી ભરાઈ ગયાં છે, પરંતુ વૈજ્ઞાનિકોએ જે વાત કહી છે તે ખરેખર ટેન્શનની વાત છે.

લંડન માટે ચિંતા

લંડન માટે ચિંતા

પાછલા કેટલાક દિવસોથી લંડનમાં થઈ રહેલ મુશળધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. અડધાથી વધુ લંડન સંપૂર્ણપણે ડૂબી ચૂક્યું છે. લંડનના રસ્તાઓ પર ગોઠણથી વધુ પાણી ભરાઈ ગયાં છે અને શહેરની મોટાભાગની દુકાનો બંધ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. સોમવારે તેજ વરસાદ બાદ યૂસ્ટન સ્ટેશન લાઈનો બંધ કરવી પડી. સ્થિતિને જોતાં સમગ્ર શહેરમાં 'યેલો વેધર' ચેતવણી જાહેર કરવી પડી છે. લંડનમાં મુશળધાર વરસાદથી બનેલા હાલાતોને લઈ કેટલાય લોકો સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી રહ્યા છે, જેમાં લંડનના રસ્તાઓ પર ઘણી હદે પાણી ભરાઈ ગયાં હોવાનું જોઈ શકાય છે.

ચારોતરફ પાણી ભરાયાં

ભારે વરસાદ બાદની સ્થિતિ વ્યક્ત કરવા લોકોએ સોશિયલ મીડિયાનો ટેકો લીધો અને વીડિયો અપલોડ કરવા શરૂ કરી દીધા છે. એક વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તા કાંઠે રાખેલી ગાડીઓ અડધીથી વધુ ડૂબી ગઈ છે અને રસ્તા રસ્તા ન રહી નદીઓ બની ગયા છે. લોકો છત્રી લઈ રસ્તાઓ પર નીકળી રહ્યા છે. પરંતુ અસલી મુસિબતની ઘોષણા હવામાન વિભાગે કરી દીધી છે.

બહુ જબરી મુસિબત આવશે

લંડન હવામાન વિભાગ મુજબ મુશળધાર વરસાદ બાદ લંડનમાં લૂ લાગવાની પૂરી સંભાવના જતાવાઈ રહી છે. હવામાન વિભાગ મુજબ લંડનનો પારો વધીને 27 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જે લંડન માટે એક રેકોર્ડ છે. હવામાન વિભાગે હવામાનને લઈ પૂર્વાનુમાન લગાવતા કહ્યું કે ઈંગ્લેન્ડ અને ઉત્તર પૂર્વી સ્કૉટલેન્ડમાં સવારનો નજારો ઝાકળમય હતો અને ધીરે ધીરે લંડનમાં ગરમી પડવાની સંભાવના છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે કેટલાક વિસ્તારોમાં એટલી ભયંકર ગરમી પડશે કે તે વિસ્તારના લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ થઈ જશે. જ્યારે એક્સપર્ટ્સનું માનવું છે કે લંડન સહિત અમેરિકા અને કેનેડા ઉપર ગ્લોબલ વોર્મિંગની જબરદસ્ત અસર પડી રહી છે અને આગામી વર્ષોમાં સ્થિતિ ઘણી ખરાબ થનાર છે.

English summary
after heavy rainfall uk may hit highest temperature level
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X