Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જૉનસનની કેબિનેટમાં શામેલ થયા આગ્રાના શર્માજીનો છોરો, સ્વીડનની છોરી સાથે કર્યા લગ્ન

યુકેના નવા પ્રધાનમંત્રી બોરિસ જૉનસનની કેબિનેટમાં આગ્રાના આલોક શર્માને પણ જગ્યા મળી છે.

યુકેના નવા પ્રધાનમંત્રી બોરિસ જૉનસનની કેબિનેટમાં આગ્રાના આલોક શર્માને પણ જગ્યા મળી છે. આલોકને જૉનસને ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ વિભાગ સોંપ્યો છે. આલોક આ વિભાગ સાથે જોડાઈને બ્રિટનના વિદેશ મંત્રાલય સાથે કામ કરશે. આલોકે યુકેમાં પોતાના રાજકીય કેરિયરની શરૂઆત વર્ષ 2010માં કરી હતી અને માત્ર નવ વર્ષની અંદર જ તેમણે અહીંના રાજકારણમાં એક મોટો મુકામ મેળવી લીધો છે. જાણો કોણ છે આલોક શર્મા અને ઉત્તર પ્રદેશના આગ્રાથી તેમનો કેટલો ગાઢ સંબંધ છે.

પિતા વ્યવસાયે ડૉક્ટર

પિતા વ્યવસાયે ડૉક્ટર

આલોક શર્માનો જન્મ ઉત્તર પ્રદેશના આગ્રામાં સાત સપ્ટેમ્બર 1967ના રોજ થયો. તેમના પિતા પ્રેમ શર્મા વ્યવસાયે એક ડૉક્ટર હતા અને આગ્રામાં આજે પણ લોકો તેમને યાદ કરે છે. આલોકનો અભ્યાસ અમુક દિવસો સુધી આગ્રાના એક સામાન્ય સ્કૂલમાં થયો અને પછી તે દહેરાદૂનના વેલ્હમ સ્કૂલ જતા રહ્યા. તેમની ઉંમર પાંચ વર્ષ હતી જ્યારે તેમના માતાપિતાએ આગ્રા છોડીનને બ્રિટનમાં વસવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ તે આલોકને લઈને બ્રિટન જતા રહ્યા. આજે પણ આલોકના સંબંધી આગ્રાના કોઠી મીના બજાર વિસ્તારમાં રહે છે.

ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ શર્મા

ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ શર્મા

આલોક રીડિંગ ઉપનગરના અર્લ અને વ્હિટલી વુડમાં મોટા થયા. તેમણે સૉનિંગના રીડિંગ બ્લુ કોટ સ્કૂલમાં આગળનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ તે યુનિવર્સિટી ઑફ સાલ્ફોર્ડ જતા રહ્યા. અહીંથી વર્ષ 1988થી તેમણે ઈલેક્ટ્રોનિક્સ સાથે અપ્લાઈડ સાયન્સમાં બીએસસીનો અભ્યાસ કર્યો હતો. તે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પણ છે અને સફળ બેંક તરીકે પણ જાણે છે. લંડન ઉપરાંત સ્ટૉકહોમ અને ફ્રેંકફર્ટમા તેમણે ઘણા સેક્ટર્સમાં નાણાંકીય સલાહકાર તરીકે કામ કર્યુ.

વર્ષ 2010માં પહેલી વાર જીતી ચૂંટણી

વર્ષ 2010માં પહેલી વાર જીતી ચૂંટણી

વર્ષ 2010માં આલોકે પહેલી વાર બ્રિટનમાં લોકસભાની ચૂંટણી લડ્યા. કંઝરવેટિવ પાર્ટીના કેન્ડીડેટ તરીકે તે વર્કશાયરના રીડિંગ વેસ્ટથી ઉમેદવાર બન્યા હતા. અહીં તેમણે 6004 મતોથી મોટી જીત મેળવી અને બ્રિટનની સંસદમાં પહોંચ્યા. આ સાથે તેમના રાજકીય કેરિયરની શરૂઆત થઈ. પહેલી વાર ચૂંટણી જીતવા પર આગ્રાના કોઠી મીના બજારમાં તેમના પૈતૃક ઘરમાં જશ્ન થયો, પૂજાપાટ કરાવવામાં આવ્યા અને મિઠાઈ વહેંચવામાં આવી હતી. તેમના પિતરાઈ ભાઈ વિશ્વનાથ શર્મા આગ્રાના રાજાની મંડી રેલવે સ્ટેશન પર સ્ટેશન માસ્ટર હતા.

બે દીકરીઓના પિતા આલોક

બે દીકરીઓના પિતા આલોક

આલોકનું ગામ અલીગઢમાં છે. વિશ્વનાથ શર્માએ વર્ષ 2010માં કહ્યુ હતુ કે આલોક ઘણુ સારુ લખે પણ છે. વર્ષ 2017માં આલોકે ફરીથી ચૂંટણી જીતી અને સંસદ પહોંચ્યા. વર્ષ 2016માં શર્માને વિદેશ મંત્રાલયમાં ભારત અને બીજા કૉમનવેલ્થ દેશો સાથે જોડાયેલા મુદ્દાઓની જવાબદારી સોંપવામાં આવી હતી. વર્ષ 2018માં તે દેશના રોજગાર મંત્રી બન્યા. શર્માના લગ્ન સ્વીડનની નાગરિક સાથે થયા અને તેમને બે દીકરીઓ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X