US Election 2016 Live: ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાયા અમેરિકાના 45 માં રાષ્ટ્રપતિ

Subscribe to Oneindia News

નવા રાષ્ટ્રપતિને ચૂંટવા માટે અમેરિકી જનતા હવે મતદાન કરી ચૂકી છે. વિશ્વની મહાસત્તા તેવું અમેરિકા ગણતરીના કલાકોમાં તેના નવા રાષ્ટ્રપતિની જાહેરાત કરશે. ત્યારે હિલેરી ક્લિન્ટન અને ડોનાલ્ડ ટ્રમ્પ બન્નેમાં કોઇ સર્જશે ઇતિહાસ તે જાણવા આ પેજ રિફ્રેશ કરતા રહો. કારણકે યુએસ ચૂંટણી 2016ની પળે પળની ખબર અમે અહીં તમને આપવાના છીએ.

trump
 • રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ હશે.
 • અલાસ્કાથી પણ જીત્યા ટ્રમ્પ. હિલેરી ક્લિંટનના કેમ્પેઇને આપી જાણકારી કે સાંજે થનાર ક્લિંટનનું સંબોધન રદ.
 • અત્યાર સુધીમાં ટ્રમ્પને 264 મત મળી ચૂક્યા છે. એટલે કે તે જીતથી માત્ર 6 મત દૂર.
 • રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટની બેઠક પેંસીલવેનિયાથી જીતી લીધી છે. આ બેઠકમાં ટ્રમ્પને 48.7 % તો હિલેરીને 47.7 % મત મળ્યા છે.
 • રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ હવે જીતથી માત્ર 26 મત દૂર છે. ટ્રમ્પને ઉટામાં પણ જીત મળી છે.
 • ટ્રમ્પને જ્યં 244 ઇલેક્ટોરલ વોટ્સ મળી ચૂક્યા છે ત્યાં હિલેરી પાસે આંકડો 215 મતોનો છે.
 • ડેમોક્રેટ હિલેરી ક્લિંટને નવાદામાં જીત મેળવી લીધી છે. તો રિપબ્લિકન પાર્ટીના નેતા ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડામાં જીત મેળવી છે.
 • ડોનાલ્ડ ટ્રમ્પ 232 ઇલેક્ટોરલ વોટ્સથી આગળ છે અને હેલરી ક્લિન્ટન 209 વોટ્સથી આગળ છે.
 • હિલેરી વોશિંગ્ટન ડીસીમાં પણ જીતી ગઇ.
 • હિલેરી કિલન્ટન 190 તો ડોનાલ્ડ ટ્રમ્પ 186 વોટ્સ પર હાલ ચાલી રહ્યા છે.
 • ટ્રમ્પ 20 રાજ્યોમાં આગળ છે તો ક્લિંટન 15 રાજ્યોમાં આગળ ચાલી રહી છે.
 • અમેરિકાનું પ્રસિદ્ધ અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સના જણાવ્યા મુજબ રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રંપના 82% ચાન્સ છે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બનવાના.
 • હિલેરી ન્યૂયોર્ક, ઇલિનિયોસ, ન્યૂ જર્સીમાં જીતી, ટ્રમ્પ કાંસાસ, નેબ્રાસ્કા અને અલબામામાં જીત્યા
us
 • સીએનએનના એક્ઝીટ પોલમાં દાવો. જીત માટે જરુરી 270 ઇલેક્ટોરલ વોટ્સના જવાબમાં ટ્રમ્પને 19 તો હિલેરીને 3 વોટ મળ્યા.
 • કેલિફોર્નિયાના અજુસા પોલિંગ સ્ટેશનને ફાયરિંગ બાદ બંધ કરી દેવામાં આવ્યુ છે. ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયુ છે. આ જ્ગ્યા લોસ એંજેલસથી 50 માઇલ દૂર છે.
 • સીએનએનના એક્ઝીટ પોલ મુજબ ઇંડિયાના, કેંટુકી અને ફ્લોરિડામાં ટ્રમ્પ આગળ છે તો હિલેરી વર્જિનિયામાં આગળ ચાલી રહી છે.
america
 • બિલેનિયર વોરેન બફેટે પૂરુ કર્યુ પોતાનું વચન, મતદારોને ડ્રાઇવ કરીને લઇ ગયા પોલિંગ બુથ સુધી.
 • નવાદામાં પોલિંગ બંધ કરવાના સમયને લઇને ટ્રમ્પના કેમ્પના રજિસ્ટ્રાર પર કર્યો કેસ.
 • ટ્રમ્પે પોતાના બેલેટ સાથે લીધી સેલ્ફી અને કર્યુ ટ્વીટ પરંતુ બાદમાં વિવાદને કારણે પોતાના ટ્વીટને હટાવી દીધુ.
 • અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જો વાઇડેને પોતાના ગૃહનગર ડેલાવેરના વેલમિંગટનમાં પત્ની જિલ સાથે મત આપ્યો.
trump
 • વિકીલીક્સ ફાઉંડર જુલિયન અસાંજેએ એક વેબસાઇટના હિલેરી ક્લિંટનના ઇમેલને સાર્વજનિક કરવાના નિર્ણયનું સ્વાગત કર્યુ છે. સાથે જ અસાંજેએ ચૂંટણીમાં કોઇ પણ પ્રકારે રશિયા સાથે કોઇ પણ પ્રકારની જોડતોડ હોવાની મનાઇ કરી છે.
 • ન્યૂયોર્કમાં પ્રતિબંધ બાદ પણ લોકો પોતાના બેલેટ સાથે સેલ્ફી લઇ રહ્યા છે.
 • રિપબ્લિકંસનું કહેવુ છે કે વોટિંગ અને ટર્ન આઉટથી તેમને ઘણી ખુશી છે. અધિકારીઓનું કહેવુ છે કે કોઇ પણ પ્રકારના સાઇબર એટેકની કોઇ પણ ઘટના હજુ સુધી બની નથી
 • ન્યૂયોર્કમાં ટ્રમ્પ ટાવર કિલ્લામાં ફેરવાયુ
america
 • ન્યૂયોર્ક શહેરમાં ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો મત આપ્યો. મત આપ્યા પહેલા ફોક્સ ન્યૂઝ સાથે ઇંટરવ્યૂમાં કહ્યું, 'મે નિર્ણય કર્યો હતો કે ટ્રમ્પને જ મત આપીશ.
 • જાણીતા અમેરિકી ગાયક સ્ટીવ વંડરે કહ્યું કે ટ્રમ્પને રાષ્ટ્રપતિ બનવા માટે કહેવુ એનો મતલબ કે તેમને ડ્રાઇવિંગ માટે પૂછવુ.
 • અમેરિકાના 370 અર્થશાસ્ત્રીઓએ મતદારોને કરી અપીલ, ડોનાલ્ડ ટ્રમ્પને ન આપો પોતાનો મત.
 • અમેરિકામાં ચૂંટણીના દિવસે શેર બજાર થોડુ ગગડ્યુ. એસએંડપી શેર 3% સુધી ઘટ્યા.
 • 102 વર્ષની મહિલાએ હિલેરીને મત આપ્યો. કારણ આપ્યુ કે અમેરિકાને મળે પહેલી મહિલા રાષ્ટ્રપતિ.
 • હિલેરીએ મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરતા કહ્યું કે હું જેટલો પ્રયાસ કરી શક્તી હતી તે મે કર્યો. લોકો મારા પક્ષે મત આપી રહ્યા છે તે સાંભળીને સારુ લાગી રહ્યુ છે.
 • અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં મત આપવા માટે ડેમોક્રેટ ઉમેદવાર હિલેરી ક્લિંટન પોતાના પતિ બિલ ક્લિંટન સાથે પહોંચી. મત આપ્યા પછી તેણે લોકો સાથે વાતચીત પણ કરી.
 • રાષ્ટ્રપતિ પદની ડેમોક્રેટ ઉમેદવાર હિલેરી ક્લિંટને પોતાનો મત આપી દીધો છે.

 Read Also: આ વખતની અમેરિકી ચૂંટણીમાં ભારતીય મહિલાઓની પણ છે મહેનત

 • અમેરિકામાં થઇ રહેલ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ત્યાંની સંસ્થા રિયલ ક્લિયર પોલિટિક્સે હિલેરી ક્લિંટનને ડોનાલ્ડ ટ્ર્મ્પ પર લીડ કરતા બતાવ્યા છે. રિયલ ક્લિયર પોલિટિક્સ મુજબ હિલેરી ક્લિંટન 45.5% મતો સાથે લીડ કરી રહી છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને 42.20 % મત મળી શકે છે.
 • અમેરિકાના બધા રાજ્યોમાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે વોટિંગ શરુ. સવારે 6 વાગ્યાથી ન્યૂયોર્કમાં લોકોએ મત આપ્યા.
 • કેનેડિયન જર્નાલિસ્ટ મેલ્ક્મ ગ્લેડવેલે કહ્યું કે જો હિલેરી ચૂંટણી જીતશે તો એક વર્ષની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ જેલની અંદર હશે.
 • સીએનએનનો દાવો છે કે અમેરિકી ચૂંટણીના અંતિમ દોરમાં નેગેટિવ એડના કારણે ચૂંટણી પ્રચાર પ્રભાવિત થયુ.

 Read Also: કોણ બનશે અમેરિકન રાષ્ટ્રપતિ, ટ્રંપ કે હિલેરી, જાણો શું કહે છે જ્યોતિષ?

 • રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પ માટે કામ કરી ચૂકેલા વર્કર્સે ટ્રમ્પને મત ન આપવાનુ એલાન કર્યુ.
 • રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પે મિશીગન ગ્રેડ રેપિડ્સમાં મતદારોને કહ્યું કે આજે અમેરિકાની આઝાદીનો દિવસ છે.
 • ટ્રમ્પે દાવો કર્યો કે આજે ચૂંટણીમાં તેને જીત મળશે અને તે નિશ્ચિત રીતે વોશિંગ્ટન જાય છે.
 • ડેમોક્રેટ પાર્ટીની નેતા હિલેરી ક્લિંટને નોર્થ કેરોલિનામાં એક સભાને સંબોધિત કરી. હિલેરીએ કહ્યું કે તેને ચૂંટણી પહેલા મતદારોની પ્રાર્થનાઓની જરુર છે.
 • છેલ્લી રેલીમાં ક્લિંટને કહ્યું કે અમેરિકા પાસે આ પહેલા ક્યારેય એક સ્પષ્ટ વિકલ્પ નથી રહ્યો.
 • હિલેરીએ કહ્યું કે જો આપ માનો છો કે જ્યારે મીડલ ક્લાસ આગળ વધે છે ત્યારે અમેરિકા પણ આગળ વધે છે તો મત જરુર આપજો.
English summary
All the live updates realted with US Presidential Elections 2016 here only.
Please Wait while comments are loading...