અમેરિકી એરસ્પેસ પરથી ઉડાણ નહીં ભરી શકે રશિયન એરક્રાફ્ટ, જો બિડેને પ્રતિબંધ લગાવ્યો

અમેરિકી એરસ્પેસ પરથી ઉડાણ નહીં ભરી શકે રશિયન એરક્રાફ્ટ, જો બિડેને પ્રતિબંધ લગાવ્યો

અમેરિકાના પ્રેસિડન્ટ જો બિડેને રશિયન એરક્રાફ્ટને અમેરિકી એરસ્પેસ પરથી ઉડાણ ભરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જો બિડેનના આ ફેસલા બાદ હવે રૂસી વિમાન અમેરિકી એર સ્પેસ પર ઉડાણ નહીં ભરી શકે. ઉલ્લેખનીય છે કે યૂક્રેન પર રશિયાના હુમલા બાદ અમેરિકા એક પછી એક રશિયા પર આકરા પ્રતિબંધો લગાવી રહ્યું છે, પરંતુ તેમ છતાં રશિયા પર તેની કોઈ અસર જોવા નથી મળી રહી. રશિયા યૂક્રેન પર પાછલા એક અઠવાડિયાથી સતત બોમ્બમારો કરી રહ્યું છે અને રૂસી સેના યૂક્રેનમાં ઘૂસીને સમગ્ર વિસ્તાર પર પોતાનો કબ્જો જમાવવાની કોશિશ કરી રહી છે.

joe biden

જ્યારે યૂક્રેન સામે યુદ્ધમાં બેલારૂસ રશિયાની સંપૂર્ણ મદદ કરી રહ્યું છે. બેલારૂસે યૂક્રેન બોર્ડર પર પોતાની સેનાને બેગણી કરી દેવાનું એલાન કર્યું છે. બેલારૂસના પ્રેસિડેન્ટે આ બાબતે એલાન કર્યું હતું. આગલા બે દિવસમાં પાંચ બટાલિયનને અહીં મોકલવામાં આવશે. બેલારૂસના પ્રેસિડેન્ટ એલેગ્ઝાન્ડર લૂકાસેકોએ કહ્યું કે આ ટ્રૂપ બેલારૂસ સામે કોઈપણ પ્રકારની ઉકસાઉ કાર્યવાહી રોકવાનું કામ કરશે. તેમણે આ પગલાંને બચાવની કાર્યવાહી જણાવી છે.

યૂક્રેન પર રશિયાના હુમલા બાદ પહેલીવાર સ્ટેટ ઑફ યૂનિયન્સને સંબોધિત કરતાં પ્રેસિડેન્ટ બિડેને સ્પષ્ટ રીતે પુતિનને કહ્યું કે આ યુદ્ધમાં થયેલ દરેક નુકસાન માટે તમે જવાબદાર છો. ઈતિહાસ જ્યારે લખાશે તેમાં નોંધવામાં આવસે કે આ યુદ્ધ દ્વારા તમે રશિયાને પાછળ લઈ ગયા, તમે રશિયાને કમજોર કર્યું અને પશ્ચિમને મજબૂત કર્યું. રશિયા પર અમે કેટલાય આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. રશિયાનું બજાર 30 ટકા ગગડી ગયું છે, જ્યારે રશિયન મુદ્રા રૂબલ 40 ટકા ગગડ્યું છે. આ લડાઈમાં અમે યુક્રેન સાથે ઉભા છઈએ, યુક્રેનની અમે શક્ય તમામ મદદ કરશું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X