કોરોના લોકડાઉન: ડોનાલ્ડ ટ્રંપે અમેરિકનોને ચેતવ્યા, આવનારા 2 સપ્તાહ ખુબ જ દર્દનાક રહેશે!

સતત ફેલાઈ રહેલા કોરોના વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકનોને ચેતવ્યા છે અને આવનારા 2 સપ્તાહ અમેરિકા માટે ખતરનાક હોવાનું જણાવ્યુ છે.

સતત ફેલાઈ રહેલા કોરોના વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકનોને ચેતવ્યા છે અને આવનારા 2 સપ્તાહ અમેરિકા માટે ખતરનાક હોવાનું જણાવ્યુ છે. ટ્રમ્પે કહ્યું છે કે, કોરોના વાયરસનો ફેલાવો દેશમાં ચરમ પર પહોંચ્યો છે અને આવનારા દર્દનાક 2 સપ્તાહ માટે અમેરીકનોને તૈયાર રહેવા જણાવ્યું છે.

આવનારા 2 સપ્તાહ ખુબ જ દર્દનાક રહેવાના છે

આવનારા 2 સપ્તાહ ખુબ જ દર્દનાક રહેવાના છે

પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યુ કે, હું ઈચ્છુ છુ કે દરેક અમેરિકન આવનારા કઠીન દિવસો માટે તૈયાર રહે. જાણકારો ભવિષ્યવાણી કરી રહ્યા છે તે મુજબ આપણા આવનારા દિવસો કઠીન રહેવાના છે. હું ઈચ્છુ કે તે ખોટા પડે. વધુમાં ટ્રમ્પે જણાવ્યું કે તેને હજુ આશા છે પરંતુ આવનારા 2 સપ્તાહ ખુબ જ દર્દનાક રહેવાના છે.

10 હજાર વેન્ટિલેટર ઉપલબ્ધ

10 હજાર વેન્ટિલેટર ઉપલબ્ધ

ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે, સરકાર પાસે આવનારા બે સપ્તાહ માટે 10 હજાર વેન્ટિલેટર ઉપલબ્ધ છે. જૉન્સ હોપકિન્સ યુનિવર્સિટી અનુસાર અમેરિકામાં અમેરિકામાં 3700 લોકોના મોત થયા છે અને 185000 લોકો સંક્રમિત છે.

અમેેરિકામાં 2 લાખ લોકોના મોત થઈ શકે છે

અમેેરિકામાં 2 લાખ લોકોના મોત થઈ શકે છે

અમેરિકામાં હાલના સંજોગો જોતા 2 લાખ લોકોના મોત થઈ શકે છે. વ્હાઈટ હાઉસ તરફથી ફીડબેક કો-ઓર્ડિનેટર ડેબોરાહ બીરક્સે મંગળવારે પત્રકારોને કહ્યું કે, 'આપણે ત્યાં કોરોના વાયરસથી મરનારાઓની વાસ્તવિક સંખ્યા 1 લાખથી 2 લાખ થઈ શકે છે. અમને લાગે છે કે આ એક સીમા છે.' તેમણે કહ્યું કે હકીકતમાં વિશ્વાસ તથા ઉમ્મીદ છે કે આપણે પ્રતિદિન સારું કરી શકીએ છીએ. બીરક્સે એક ચાર્ટ રજૂ કરતા કહ્યું કે આ મહામરીથી દેશમાં 1 લાખથી 2,40,000 લોકોના મોત થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X