કોરોના વાયરસનો તાંડવ યથાવત, અમેરિકામાં પાછલા 24 કલાકમાં 1330 લોકોના મોત

કોરોના વાયરસનો તાંડવ યથાવત, અમેરિકામાં પાછલા 24 કલાકમાં 1330 લોકોના મોત

વૉશિંગ્ટન ડીસીઃ દુનિયાભરમાં કોરોનાની સૌથી ખતરનાક માર સહન કરવી રહેલ અમેરિકામાં પાછલા 24 કલાકમાં કોવિડ 19થી 1330 દર્દીના મોત થયા છે. આ આંકડો જૉન હૉપકિંસ યૂનિવર્સિટી ટેલી દ્વાર જાહેર કરવામાં આવ્યો છે. અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું કે અમેરિકા બીજા દેશોની સાથે મળી કામ કરી રહ્યું છે પરંતુ આ વાયરસ ક્યાંથી આવ્યો તે સમજવાની જવાબદારી ચીનની છે, જણાવી દઈએ કે કોરોના સંક્રમિત રોગીઓ અને તેનાથી મોતના મામલે અમેરિકા અન્ય બધા દેશોથી આગળ છે. તેણે સ્પેન અને ઈટલીને પાછળ છોડી દીધા છે.

america

ઉલ્લેખનીય છે કે આખી દુનિયા હાલ કોરોના વાયરસ મહામારી સામે લડી રહી છે. દુનિયાભરમાં કોરોનાના મામલા સતત વધી રહ્યા છે. ભારતમા ંકોરોના વાયરસના તેજીથી વધી રહેલ મામલા કેન્દ્ર અને રાજ્ય સરકારોની ચિંતાનું કારણ બન્યું છે. લૉકડાઉનની અવધિ પૂરી થવામાં હવે થોડા દિવસ જ બાકી છે એવામાં કોરોના દર્દીની સંખ્યા 26 હજારને પાર જવી સરકાર માટે મોટી સમસ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ દેશમાં અત્યાર સુધી કુલ સંક્રમિત દર્દીની સંખ્યા 26917 થઈ ગઈ છે. ભારતમા પાછલા 24 કલાકમાં 1975 નવા મામલા સામે આવ્યા છે, જ્યારે આ દરમિયાન 47 લોકોના મોત પણ થયા છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધી 5913 લોકો કોરોનાથી ઠીક પણ થઈ ચૂક્યા છે. દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાતમાં સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ વાત કહી

ડબલ્યૂએચઓએ શનિવારે કહ્યું હતું કે એવું કોઈ સબુત કે સ્ટડી નથી જે સાબિત કરે કે સંક્રમણથી ઠીક થઈ ચૂકેલ વ્યક્તિને બીજીવાર સંક્રમણ નહિ થાય. ડબલ્યૂએચઓએ આ વાત પ્રચલિત થઈ રહી તે થિયરીને લઈ કહી હતી, જેમા કહેવામાં આવી રહ્યું હતું કે જે લોકો એકવાર કોરોનાથી ઠીક થઈ ગયા છે, તેના શરીરે તેની સામે લડવાની પ્રતિરોધક ક્ષમતા વિકસિત કરી લીધી છે, તે સુરક્ષિત છે અને બીજીવાર તેનામાં સંક્રમણ થવાની સંભાવના નથી. ડબલ્યૂએચઓએ આ વિશે એક ટ્વીટ કર્યું હતું કે આવા લોકોને જોખમ મુક્ત ના કહી શકાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X