અમેરિકામાં ડેલ્ટા વેરિઅંટનો કહેર, એક દિવસમાં 1000થી વધુ લોકોના મોત
અમેરિકામાં મંગળવારે 1000થી વધુ લોકોના કોરોનાથી મોત થઈ ગયા છે.
ન્યૂયૉર્કઃ અમેરિકામાં મંગળવારે 1000થી વધુ લોકોના કોરોનાથી મોત થઈ ગયા છે. રૉયટર્સના રિપોર્ટ મુજબ અમેરિકામાં દર કલાકે 42 લોકોના કોરોનાથી મોત થઈ રહ્યા છે. જે રીતે કોરોનાના ડેલ્ટા વેરિઅંટે દુનિયાભરમાં કોહરામ મચાવી રાખ્યો છે તેની અસર એ દેશોમાં વધુ જોવા મળી રહ્યો છે કે ઓછી સંખ્યામાં લોકોને વેક્સીન લાગી છે અને રસીકરણની ગતિ ઓછી છે. કોરોનાથી મરનારની સંખ્યામાં અમેરિકામાં છેલ્લા અમુક દિવસોથી વધારો જોવા મળી રહ્યો છે. રોજ સરેરાશ 769 લોકોના કોરોનાથી મોત થઈ રહ્યા છે કે જે એપ્રિલ પછી સૌથી વધુ છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને મંગળવારે એ વાતની પુષ્ટિ કરી છે કે અમે વિમાનમાં મુસાફરોને માસ્ક પહેરવા માટે કહીશુ અને તેને અનિવાર્ય રીતે પહેરવુ પડશે. પ્લેનમાં જ નહિ પરંતુ ટ્રેન, બસમાં પણ પહેરવુ પડશે. કોરોનાનો નવો વેરિઅંટ ડેલ્ટા દુનિયાના ઘણા દેશો માટે નવો પડકાર બનીને સામે આવ્યો છે. મંગળવારે અમેરિકામાં કોરોનાથી 1017 લોકોના મોતે એક વાર ફરીથી ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી અમેરિકામાં ડેલ્ટા વેરિઅંટથી 6.23 લાખ લોકોના મોત થઈ ચૂક્યા છે કે જે દુનિયામાં કોઈ પણ દેશમાં કોરોનાથી મરનારની સૌથી વધુ સંખ્યા છે. આ પહેલા અમેરિકામાં માર્ચ મહિનામાં એક દિવસમાં 1000થી વધુ લોકોના મોત થયા હતા.
અમેરિકામાં અધિકારીઓએ રસીકરણ અભિયાનને વધુ તેજ બનાવી દીધુ છે. છેલ્લા સાત દિવસની સરેરાશની વાત કરીએ તો આમાં 14 ટકાનો વધારો થયો છે. શરુઆતમાં સરકારે રસીકરણને પ્રોત્સાહન આપવા માટે કેશ ઈનામ, બીયર, મેરુજુવાના સુધી આપવાની ઑફર આપી હતી. ત્યારબાદ ઘણી કંપનીના કર્મચારીઓ નવા નિયમો લઈને આવી. જો કર્મચારી પોતાની નોકરીને બચાવવા માંગતા હોય અને રુટીન ટેસ્ટીંગથી બચવા માંગતા હોય તો તેમણે વેક્સીન લગાવવી અનિવાર્ય હશે.












Click it and Unblock the Notifications
