For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Covid 19: અમેરિકામાં મોતનો આંકડો 70 હજારને પાર, 24 કલાકમાં 2333 લોકોએ જીવ ગુમાવ્યા

Covid 19: અમેરિકામાં મોતનો આંકડો 70 હજારને પાર, 24 કલાકમાં 2333 લોકોએ જીવ ગુમાવ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આખી દુનિયા હાલ કોરોના વાયરસ મહામારી સામે લડી રહી છે. દુનિયાભરમાં અત્યાર સુધી કોરોનાથી 33 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે જ્યારે અત્યાર સુદી બે લાખથી વધુ લોકોના મોત થયાં છે, આ વાયરસે સૌતી વધુ તાંડવ અમેરિકામાં મચાવ્યો છે, પાછલા ચોવીસ કલાકમાં એકવાર ફરી અમેરિકામાં મરનારાઓનો આંકડો વધ્યો છે, મંગળવારે 2333 લોકોએ આ મહામારીના કારણે જીવ ગુમાવવો પડ્યો.

24 કલાકમાં 2333ના મોત

24 કલાકમાં 2333ના મોત

જણાવી દઈએ કે પાછલા કેટલાક દિવસોમાં અમેરિકામાં મોતના આંકડામાં થોડી કમી આવી હતી અને દરરોજ થતા મોતની સંખ્યા 2000થી ઘટી ગઈ હતી પરંતુ હવે ફરી એકવાર આ આંકડામાં ઉછાળો આવ્યો છે પરંતુ આ બધાની વચ્ચે અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ અમેરિકામાં શટડાઉન ખોલવાની તૈયારી કરી રહ્યા છે, હવે અમે કોરોનાથી સેફ છીએ.

ટ્રમ્પે કહ્યું કે...

ટ્રમ્પે કહ્યું કે...

અગાઉ પણ ટ્રમ્પે કહ્યું હતું કે જો અમે બીજા રસ્તા અપનાવ્યા હોત તો અત્યાર સુધી 20 લાખથી વધુ લોકોના મોત થઈ ચૂક્યાં હોત, અમે કોરોનાને રોકવા માટે શક્ય તમામ પગલાં ઉઠાવ્યાં છે, પરંતુ હવે સમય છે પાછા કામ પર ફરવાનો.

ભારતમાં પણ કોરોનાનો કહેર વધ્યો

ભારતમાં પણ કોરોનાનો કહેર વધ્યો

ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધતો જ જઈ રહ્યો છે, રવિવારે કોરોના વાયરસને લઈ નિયમિત પ્રેસ કોન્ફરન્સમાં સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે પાછલા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા અને સૌથી વધુ મોત થયાં છે, તેમણે કહ્યું કે આ દરમિયાન 195 લોકોના જીવ ગયા છે અને 3900થી વધુ મામલા સામે આવ્યા છે, સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે કોરોનાનો રિકવરી રેટ વધીને 27.41 ટકા થઈ ગયો છે, લવ અગ્રવાલે કહ્યું કે સરકાર વિદેશમાં ફસાયેલ ભારતીયોને પાછી લાવશે, તેમને લાવવા માટેની પ્રક્રિયા 7મી મેથી શરૂ થશે.

કાશ્મીરમાં વધુ એક એન્કાઉન્ટર, પંપોરમાં સેના અને આતંકીઓ વચ્ચે ફાયરિંગકાશ્મીરમાં વધુ એક એન્કાઉન્ટર, પંપોરમાં સેના અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ

English summary
United States coronavirus deaths rise by 2,333 in 24 hours: AFP news agency quoting Johns Hopkins tracker.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X