અમેરિકા ઘણા દેશોને 25 મિલિયન કોરોનાની વેક્સીન કરશે દાન, ભારતને આપવામાં આવશે પ્રાથમિકતા
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૈક સલિવને ગુરુવારે 2.5 કરોડ કોરોના વેક્સીનને દુનિયાના અલગ-અલગ દેશો સાથે શેર કરવાની વાત કહી છે.
વૉશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૈક સલિવને ગુરુવારે 2.5 કરોડ કોરોના વેક્સીનને દુનિયાના અલગ-અલગ દેશો સાથે શેર કરવાની વાત કહી છે. એટલુ જ નહિ તેમણે કહ્યુ કે વેક્સીનને બદલે અમે કોઈ પણ પ્રકારના પક્ષની માંગ નહિ કરીએ. સલિવને કહ્યુ કે અમે દુનિયા સાથે 25 મિલિયન કોરોના વેક્સીનને શેર કરવાનુ એલાન કરીએ છીએ. વેક્સીનને શેર કરવાનુ અમારુ મુખ્ય લક્ષ્ય મહામારીને ખતમ કરવાનુ છે, વધુને વધુ લોકોને બચાવવાના છે અને જલ્દીમાં જલ્દી સુરક્ષિત લોકોને વેક્સીન લગાવવાની છે. અમે લોકોના જીવ બચાવવા માંગીએ છીએ અને કોરોનાના કારણે ચાલી રહેલા જોખમને ખતમ કરવા માંગીએ છીએ અને સૌથી જરૂરી વાત એ છે કે આ સૌથી યોગ્ય કામ છે.

અમેરિકી વૈજ્ઞાનિકોને આભાર માનીને જૈક સલિવને કહ્યુ કે આપણે હવે એ સ્થિતિમાં છીએ કે લોકોની મદદ કરી શકીએ છીએ. રાષ્ટ્રપતિએ કહ્યુ એ પ્રમાણે આપણે કોરોનાની વેક્સીન શેર કરવાના મિશનનો ઉપયોગ બીજા દેશો સાથે કોઈ પણ પ્રકારના પક્ષની આશા સાથે નથી કરી રહ્યા. અમેરિકાને વેક્સીન માટે દુનિયાભરમાંથી માંગ આવી છે. એવામાં 25 મિલિયન વેક્સીનનુ વિતરણ અલગ-અલગ વસ્તુઓ પર નિર્ભર છે. આપણે કોશિશ કરીશુ કે આ વેક્સીન દુનિયાભરના લોકો સુધી પહોંચે જ્યાં ઘણી વધુ જરૂર છે અને લોકોને આની ખૂબ જરૂર છે ત્યાં આ વેક્સીન પહોંચે અને જે દેશોએ માંગ કરી છે તેમાંથી વધુને વધુ દેશોને મદદ કરવાની છે. અમેરિકા 75 ટકા વેક્સીન અલગ-અલગ તબક્કામાં આપશે જ્યારે 25 ટકા વેક્સીન તત્કાલ એ જગ્યાએ પહોંચાડવામાં આવશે જેમને આની સખત જરૂર છે. વેક્સીનનો ડોઝ અમે લેટિન અમેરિકા, કેરેબિયન દેશો, દક્ષિણપૂર્વ એશિયા, આફ્રિકા વગેરેમાં આપીશુ.
અમેરિકા તરફથી કહેવામાં આવ્યુ છે કે તેમની પ્રાથમિકતા દક્ષિણ પૂર્વ એશિયાના દેશ છે જેમાં ભારત, નેપાળ, ફિલિપીંસ વગેરે દેશ શામેલ છે જ્યાં કોરોનાના કેસ ઘણા ઝડપથી વધ્યા છે. જૈક સલિવને કહ્યુ કે અમે પોતાના પડોશી દેશો કેનેડા, મેક્સિકો સાથે વેક્સીનને શેર કરીશુ સાથે જ રિપબ્લ્કિક ઑફ કોરિયા, વેસ્ટ બેંક, ગાઝા, યુક્રેન, કોસોવો, ઈરાક, હૈતી વગેરે દેશો સાથે વેક્સીનને શેર કરીશુ. તમને જણાવી દઈએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યુ હતુ કે તે જૂન મહિના સુધી 80 મિલિયન કોરોનાની વેક્સીનને શેર કરવાની વાત કહી હતી. રાષ્ટ્રપતિના એલાન બાદ 25 મિલિયનની પહેલી ખેપ જારી કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
