For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકન મીડિયા પર આઇએસનો હુમલો, બરાક ઓબામાને આપી ધમકી

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 11 ફેબ્રુઆરી: આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ દુનિયાભરના દેશો માટે એક પડકાર બનતું દેખાઇ રહ્યું છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના મીડિયા પણ આઇએસઆઇએસના નિશાના પર આવી ગયા છે. આઇએસની આ સેંધમારીથી અમેરિકાની સુરક્ષા એજન્સીઓની કલઇ ખુલી ગઇ છે.

બ્લડી વેલેન્ટાઇન્સ ડે મિશેલ ઓબામા
સમાચાર પત્રિકા 'ન્યૂઝવીક'ના ટ્વિટર એકાઉન્ટ આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટથી કથિત રીતે સંબંધિત એક આતંકવાદી ગ્રૂપે મંગળવારે હેક કરી લીધું અને પેંટાગનથી ચોરેલા દસ્તાવેજ ઇંટરનેટ પર પોસ્ટ કરી દીધા. હેકરોએ પ્રથમ મહિલા મિશેલ ઓબામાના નામે સંદેશ પણ લખ્યો છે કે 'બ્લડી વેલેન્ટાઇન્સ ડે'. આ સંગઠને અમેરિકા વિરુદ્ધ સાઇબર ઝેહાદ છેડી રાખ્યું છે.

isis
અમેરિકન સાઇબર સુરક્ષાને બર્બાદ કરી દઇશું
સાઇબરખલીફા નામના આતંકવાદી સંગઠને મંગળવારે સવારે 10.45 વાગ્યે સમાચાર પત્રિકાના ટ્વિટર એકાઉંટ પર લખ્યું, 'જ્યાં અમેરિકા અને તેના સયોગી સીરિયા, ઇરાક અને અફગાનિસ્તાનમાં અમારા ભાઇઓની હત્યા કરી રહ્યા છે, અમે આપની રાષ્ટ્રીય સાઇબર સુરક્ષા પ્રણાલીને અંદરથી બર્બાદ કરી રહ્યા છીએ.'

michelle
મિશેલ આપના પતિ અને આપના બાળકો અમારી નજરમાં છે
હેકરોએ અમેરિકાને ધમકી પણ આપી છે કે આઇએસ અમેરિકાની અંદર પહોંચી ચૂક્યું છે અને તેમના વિચાર કરતા પણ ઘણું નજીક છે. હેકરોએ ટ્વિટર પર બહાદુર મુઝાહિદ્દીનની સૂચી, અમેરિકન સૈનિકો અંગે પેંટાગનનો ગુપ્ત સંદેશો પણ પોસ્ટ કર્યો અને પ્રથમ મહિલા મિશેલ ઓબામાના નામે સંદેશ લખ્યો, 'આપ આપની દીકરીઓ અને આપના પતિ અમારી નજરમાં છે.'

obama
હું શાર્લી નહીં હું આઇએસ છું
હેકરોએ ફ્રાંસના વ્યંગ મેગેઝીન 'ચાર્લી હેબ્દો' પર હુમલા બાદ તેમના વિરોધમાં ઇંટરનેટ પર વાયરલ થયેલા હેશટેગ 'જે સુઇસ ચાર્લી'ની તર્જ પર પોતાના સંદેશમાં લખ્યું, 'દે સુઇસ આઇએસ', જેનો અર્થ છે, 'હું આઇએસ છું.'

પત્રિકા 'ન્યૂઝવીક'એ જોકે જણાવ્યું કે હેકરો દ્વારા કરવામાં આવેલા તમામ ટ્વીટ 10-15 મિનિટમાં હટાવી લેવામાં આવ્યા હતા, અને મેગેઝીનના આગ્રહ પર ટ્વિટરની અધિકારિક ટીમે તેમના એકાઉંટ પર કંટ્રોલ કરી લીધો હતો. ટ્વિટર ટીમનું કહેવું છે કે હેકર એ લોકો જ છે, જેમણે આની પહેલા સીંગર ટેલર સ્વિફ્ટ અને અમેરિકન મધ્ય કમાનનું ટ્વિટર હેક કર્યું હતું.

English summary
American magazine Newsweek’s Twitter account was hacked by ISIS, hackers tweeted Bloody valentine Michel Obama.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X