For Daily Alerts
સેન્ડી બાદ અમેરિકા પર હજી એક તોફાનનો ખતરો
ન્યૂયોર્ક, 5 નવેમ્બર: અમેરિકાનો પૂર્વીય તટ હજી સેન્ડીના કહેરમાંથી બહાર નથી આવ્યો અને તેની પર હજી એક તોફાનની આશંકા તોળાઇ રહી છે. આ અઠવાડિયે આવનાર આ તોફાનને કારણે ધોધમાર વરસાદ થઇ શકે છે, પૂરના કારણે વીજળી ખોરવાઇ શકે છે.
એ કહેવું મુશ્કેલ છે કે આ તોફાન ક્યારે અને ક્યાં આવશે પરંતુ તેના કારણે 50 મીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાઇ શકે છે. હવામાન ખાતાએ આપેલી માહીતી અનુસાર ' આગામી અઠવાડિયે તટીય તોફાન આવવાની આશંકા છે. પૂર્વોત્તરમાં આવી રહેલા આ તોફાન અંગે હાલમાં કઇપણ કહી શકાય તેમ નથી. પરંતુ સેન્ડીના કારણે જે નુકસાન થયું હતું તેને વધું નુકસાન પહોંચાડશે.'
જોકે હવામાન ખાતાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ તોફાન સેન્ડી જેટલું ભયાનક નહીં હોય તેની તિવ્રતા સેન્ડી કરતા ઓછી રહેશે. પરંતુ તેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ શકે છે. જેના કારણે મધ્ય એટલાન્ટિકા તથા ન્યૂ ઇંગ્લેન્ડના સમુદ્રી વિસ્તાર પર નુકસાન થઇ શકે છે.