• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HIVથી બચાવવામાં મદદ કરશે સેલ્ફ ટેસ્ટ કિટ

By Kumar Dushyant
|
hiv
ટોરંટો, 4 એપ્રિલ: ભારતીય મૂળના વૈજ્ઞાનિકના નેતૃત્વમાં કરવામાં આવેલા અધ્યયન મુજબ, એઇડ્સની સારવારમાં એચઆઇવીના સેલ્ફ ટેસ્ટ કિટ ઘણી મદદગાર સાબિત થઇ શકે છે. ભારત સહિત ઘણા દેશોના આંકડાઓ પર કરવામાં આવેલા એક અધ્યનથી જાણ થાય છે કે એચઆઇવીના સેલ્ફ ટેસ્ટ કિટના માધ્યમથી આ ઘાતક રોગ સાથે જોડાયેલી આશંકાઓને ઘણી હદ સુધી ઓછી કરવામાં આવી શકે છે.

મેકગિલ વિશ્વવિદ્યાલય સ્વાસ્થ્ય કેન્દ્રના રિસર્ચ સેન્ટર (આરઆઇ-એમયૂએચસી)ની ડો. નિકિતા પંત પઇ દ્રારા કરવામાં આવેલા આ અધ્યનમાં આ વિસ્તારમાં પોતાની રીતે પ્રથમ અધ્યન કર્યું હતું. આનાથી દુનિયાભરમાં આ રોગની જલદી જાણ થશે અને સારવારનો રસ્તો સાફ થઇ શકે છે, જેનાથી તેના ફેલાવામાં ઘટાડો થવાની આશંકા છે.

પંત પઇનું કહેવું છે કે એચઆઇવીની તપાસ કરવા માટે 30 વર્ષ બાદ પણ આજે અમારી પાસે કોઇ રસી નથી. આનાથી બચાવને જ સારવારનો કારગર ઉપાય તરીકે જોઇ શકાય છે, પરંતુ એચઆઇવી સાથે જોડાયેલા કલંક અને ભેદભાવ જેવી સામાજિક સમસ્યાઓના કારણે તેની તપાસ કરાવનારાઓની સંખ્યા એકદમ ઓછી છે.

સંયુક્ત રાષ્ટ્રના એચઆઇવી-એડ્સ કાર્યક્રમ (યુએન એડ્સ)ના અનુસાર દુનિયાભરમાં દર વર્ષે લગભગ 25 લાખ લોકો એચઆઇવીના સંક્રમિત થઇ રહ્યાં છે અને તેમાંથી 50 ટકા લોકોને પોતે એચઆઇવી પીડિત છે તેની જાણ નથી. પંત પઇનું માનવું છે કે એચઆઇવીની સેલ્ફ ટેસ્ટ કિટ લોકો સુધી સરળતા પહોંચશે જેથી તેમના દ્રષ્ટિકોણમાં સકારાત્મક પરિવર્તન આવશે.

આ સેલ્ફ ટેસ્ટ કિટથી લોકો ઘરે બેઠા જ પોતાની લાળ દ્રારા એચઆઇવીનો ટેસ્ટ કરી શકશે, આ સરળ અને ગોપનીય તપાસથી 20 મિનિટમાં પરિણામની જાણ થઇ જશે.

English summary
In an important step forward in the fight against HIV, scientist at Duke University have recorded the bodys own "training manual" for successfully attacking HIV, a finding that may turn out to be useful in developing vaccines.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more