કેનેડાના હિન્દુ મંદિરમાં બે બદમાશોએ કરી તોડફોડ

વીડિયો રેકોર્ડિંગ્સમાં દેખાડવામાં આવ્યું છે કે તોડફોડ મચાવનારાઓએ 23 જૂનના રોજ બ્રિટિશ કોલંબિયાના સર્રે ખાતે આવેલ લક્ષ્મી નારાયણ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારની પાસે આવેલી ત્રણ બારીઓને તોડી નાખી અને ભાગી ગયા.
સ્થાનીય મીડિયાના અહેવાલ અનુસાર મંદિરના એક અધિકારીના હવાલાથી જણાવ્યું કે મંદિરમાં તોડફોડ કરીને બારીઓ તોડી પાડીને આ અજાણ્યા શખ્સો પોતાની બેસબોલ સ્ટીક મંદિર પરિસરમાં જ ફેંકીને ભાગી ગયા હતા.
વૈદિક હિન્દુ સાંસ્કૃતિક સોસાયટીના અધ્યક્ષ પુરષોત્તમ ગોયલે કહ્યું કે જ્યારે મને તથ્યો અંગે માલૂમ પડ્યું ત્યારે મને લાગ્યું કે આ માત્ર નુકસાન પહોંચાડવા માટેનો હુમલો ન્હોતો. આ એક નફરતના કારણે કરવામાં આવેલી તોડફોડ છે જે દુર્ભાગ્યપૂર્ણ અને પરેશાન કરનાર છે.












Click it and Unblock the Notifications
