સરબજીત પર હુમલાના મુદ્દે 3 જેલ અધિકારી સસ્પેંડ

આધિકારીક સૂત્રોએ પ્રેસ ટ્રસ્ટને જણાવ્યું હતું કે આ ત્રણ અધિકારીઓમાં કોટ લખપત જેલના અધિક્ષક મોહસિન રફીક, ઇશ્તિહાક ગિલ અને ગુલમ સરવર સુમરાનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની કુખ્યાત કોટ જેલમાં મોતને ભેટનાર સરબજીત સિંહ બીજા ભારતીય છે જેમનું આ વર્ષે જેલમાં મોત નિપજ્યું હોય. સરબજીત સિંહ જેલમાં થયેલા હુમલા બાદ લગભગ એક અઠવાડિયા સુધી ગહન કોમામાં હતો.
સરબજીત સિંહને મોતની સજા સંભળાવવામાં આવી હતી, શુક્રવારે તેમના પર છ કેદીઓ દ્રારા ક્રુર હુમલો કરવામાં આવ્યો હતો. તેમના માથામાં ઇંટ વડે વાર કરવામાં આવ્યો હતો. સરકારી જિન્ના હોસ્પિટલમાં ભરતી સરબજીત મૃત્યું સુધી કોમામાં રહ્યો હતો. જાન્યુઆરીમાં વધુ એક ભારતીય કેદી ચમેલ સિંહનું જેમાં શંકાસ્પદ રીતે મોત નિપજ્યું હતું.
જે હોસ્પિટલમાં સરબજીતનું મોત નિપજ્યું હતું. કહેવામાં આવ્યું હતું કે 60 વર્ષીય ચમેલ સિંહને પણ આ જ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. તેને શંકાસ્પદ રૂપથી જાસૂસીમાં લુપ્ત હોવાના મુદ્દે પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
