પિતાએ પુત્રી સાથે ગુજાર્યો બળાત્કાર, પુત્રીએ કર્યું સર કલમ

brothel
પપુઆ ન્યૂ ગિની, 17 જૂન: ફરી એકવાર પિતા-પુત્રીના સંબંધોને લજવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. સમગ્ર માનવજાતને શરમાવે તેવી આ ઘટના ઓસ્ટ્રેલિયાને અડીને આવેલા દેશ પાપુઆ ન્યૂગિનીની છે. અહીં એક વ્યક્તિએ પિતા-પુત્રીના સંબંધને કલંકિત કર્યો છે. તેને પોતાની માસૂમ બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો છે. પિતાની આ કરતૂતથી કંટાળીને પુત્રીએ બદલો લેવાનું વિચાર્યું અને ધારદાર ચાકૂ વડે તેના પિતાનું સર કલમ કરી દિધું.

એક સમાચાર પત્રના અનુસાર 40 વર્ષીય પિતા ગત મંગળવારે પોતાની પુત્રી સાથે બળાત્કાર ગુજારી રહ્યો હતો. ગુસ્સે ભરાયેલી પુત્રીએ ધારદાર ચાકૂ વડે પોતાના પિતાનું ગળી કાપી દિધું. અહેવાલમાં પાદરીના હવાલેથી જણાવવામાં આવ્યું છે કે પીડિતાની માતા અન્ય ત્રણ બાળકો સાથે સંબંધીના ઘરે ગઇ હતી. ઘરમાં પિતા અને પુત્રી એકલાં જ હતા. પુત્રીને એકલી જોઇને પિતાએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

પુજારી લુકસ કુમીએ જણાવ્યું હતું કે બીજા દિવસે પણ તેના પિતાની પુત્રી સાથે બળાત્કાર ગુજાર્યો. ત્યારબાદ પુત્રીએ ચાકૂ વડે તેના પિતાનું સર કલમ કરી દિધું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આરોપી છોકરીએ પોલીસને હવાલે કરવાની મનાઇ કરી દિધી છે. કુમીના જણાવ્યા અનુસાર આ વિસ્તારના લોકો અને નેતા ઘટનાસ્થળે ગયા અને ત્યાં પીડિતાના પિતાનું સર કપાયેલું જોયું હતું. પીડિતાએ સ્થાનિક લોકો અને નેતાઓને ઘટનાક્રમ અંગે જાણકારી આપી હતી.

પિતાની આ હેવાનિયતની પુત્રી સદમામાં છે. તેને જે પણ પગલું ભર્યું છે તે બરોબર છે. અમે બધા એ વાત સાથે સહમત છીએ કે તે અમારા સમાજમાં જ રહેશે. હાલમાં પાપુઆ ન્યૂગિનીમાં હિંસક ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ગત મહિને સ્થાનિક સરકારે ધૃણિત ગુનો કરનારને ફાંસીની સજા આપવા માટે મતદાન કરાવ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X