ઓસ્ટ્રેલિયાની એડમાં ગણેશજીનું કરાયું અપમાન, થયો વિરોધ

Written By:
Subscribe to Oneindia News

થોડા સમય પહેલા જ ભારતમાં ગણપતિ બાપ્પાનો તહેવાર એટલે કે ગણેશ ચતુર્થીનો ઉત્સવ ધામધુમથી ઉજવવામાં આવ્યો હતો. ત્યારે હિંદુઓની ગણપતિ પ્રત્યેની ભાવનાને દુભાવતો એક ઓસ્ટ્રેલિયાનો બનાવ સામે આવ્યો છે. ઓસ્ટ્રેલિયામાં ગણપતિની જાહેરાતને લઈ હોબાળો થયો છે, જેમાં ઘેટાના માંસની જાહેરાતમાં ગણપતિના ચિત્રને રાખવામાં આવ્યું છે. જેને લઈને ત્યાં વસતા હિંદુઓએ જાહેરાતનો વિરોધ કર્યો હતો અને આ જાહેરાતને પાછી લેવા માટે ઓસ્ટ્રેલિયા સરકાર પાસે માંગણી કરી હતી. ત્યારે ઓસ્ટ્રેલિયા મીડિયાના જણાવ્યા પ્રમાણે માંસ અને પશુધન વિભાગ દ્વારા પણ આ જાહેરાતના અંગે સોમવારે જ નોટિસ આપવામાં આવી હતી.

lord ganesh

નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયાની જે જાહેરાતના કારણે વિરોધ કરવામાં આવ્યો છે, તે જાહેરાતમાં ગણપતિ, ઈશુ, બુદ્ધ અને જીજસને એક ટેબલની ચારેય બાજુ બેસી ઘેટાનું માંસ ખાતા બતાવવામાં આવ્યા છે. આ અંગે ઇન્ડિયન સોસાયટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, આ જાહેરાત આમારી સંવેદનાને ઠેંસ પહોચાડે છે, માટે આ જાહેરાત બને એટલી જલ્દી બંધ થવી જોઈએ. આ જાહેરાતને કારણે ઘણા બધા ધર્મના લોકોની ભાવનાઓ દુભાઇ છે.

English summary
Australia’s Hindu community upset over ad featuring Ganesha promoting lamb meat consumption.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.