For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનમાં માની હેવાનિયત માસૂમને 90 વાર મારી કાતર

|
Google Oneindia Gujarati News

china
પેઇચિંગ, 12 જુલાઇઃ ચીનમાં એક માતાએ પોતાના 8 માસના માસૂમ બાળકને એવી સજા આપી છે કે, જેને જોઇને માનવતા શર્મસાર થઇ જશે. મહિલા પોતાના બાળકને દૂધ પીવડાવી રહી હતી, એ દરમિયાન માસૂમે માતાને બચકું ભરી લીધું હતું. ત્યારબાદ મહિલા ગુસ્સે ભરાઇ ગઇ હતી અને કાતર વડે 90 જગ્યા પર હુમલો કર્યો હતો. મોટાભાગે ઇજા ચહેરા પર પહોંચી હતી. બાળક નસીબદાર નીકળ્યો કે આટલી ઇજા પછી પણ તે જીવીત છે. જીયા બાઓ નામના આ બાળકને 100થી વધું ટાકાં આવ્યા છે. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહ્યું છે.

ડેઇલી મેઇલમાં છપાયેલા અહેવાલ અનુસાર આ બાળકની માતા અને 2 કાકાઓ પૂર્વીય ચીનના જિંગ્યાશૂ પ્રાંતના રહેવાસી છે. એક કાકાએ જિયા બાઓને ઘરની બહાર લોહીમાં લથપથ જોયો અને તેને તુરત જ નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો.

પાડોસીઓએ સ્થાનિક સરકારને અપીલ કરી છે કે તે માસૂમને પોતાના કબજામાં લઇ લે. જો કે, સરકાર એ માટે તૈયાર નથી. તેમનો તર્ક એવો છે કે તેની પૃષ્ટિ થઇ નથી કે બાળકની માતા માનસિક રીતે વિક્ષિપ્ત છે. આ ઉપરાંત બાળકના બન્ને કાકા પણ દેખભાળ કરી શકે તેમ છે. નોંધનીય છે કે, ચીનમાં માનસિક વિક્ષિપ્તતા એક મોટી સમસ્યા છે. આ ઉપરાંત લોકો સામાન્ય રીતે મનોવૈજ્ઞાનિક પાસે સારવાર અર્થે જતા નથી.

English summary
An eight month old boy is lucky to be alive after he was stabbed 90 times by his mother, mostly in the face, for biting her while she was breastfeeding.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X