Bangladesh crisis: હવે ક્યાં જશે શેખ હસીના? પુત્ર સજીબ વાજિદે કર્યો ખુલાસો
Bangladesh crisis: બાંગ્લાદેશમાં હિંસા અટકવાનું નામ લઈ રહી નથી. શેખ હસીનાના રાજીનામા બાદ પણ બાંગ્લાદેશમાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, અને ઠેર ઠેર આગચંપીની ઘટનાઓ થઈ રહી છે.
શેખ હસીના બાંગ્લાદેશ છોડીને ભારત આવ્યા બાદ એવી અટકળો લગાવવામાં આવી હતી કે, તેઓ કદાચ યુરોપના કોઈ દેશમાં જશે, પરંતુ હવે તેના પુત્ર સજીબ વાજિદ જોયે જણાવ્યું છે કે, તેઓ ક્યાં જશે?
મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં સરકાર રચાશે - આજે બાંગ્લાદેશના નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર કાર્યભાર સંભાળશે.
આ જાણકારી આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને આપી છે. બાંગ્લાદેશ સરકારમાં સામેલ લોકો ગુરુવારે રાત્રે 8 વાગ્યે શપથ લેશે.
શેખ હસીના બાંગ્લાદેશ પરત જશે - હસીનાના પુત્ર સજીબ વાજિદ જોયે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, લોકશાહી પુનઃસ્થાપિત થયા બાદ શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરશે. તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાનની ISI બાંગ્લાદેશમાં અશાંતિ ભડકાવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર - સજીબ વાજિદ જોયે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં પરિસ્થિતિ અચાનક કાબૂ બહાર થઈ ગઈ હતી, તે સમયે ભારત સરકાર મારી માતાને સુરક્ષા આપવા માટે સંમત થઈ હતી, અને હું તેમનો આભાર માનું છું. સજીબે જણાવ્યું હતું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
ભારત સરકાર પાસે આ માંગણી કરવામાં આવી - શેખ હસીનાના પુત્ર સાજીબ વાજિદ જોયે વધુમાં કહ્યું કે, ભારત સરકારે બાંગ્લાદેશમાં લોકશાહીને તાત્કાલિક પુનઃસ્થાપિત કરવા માટે આંતરરાષ્ટ્રીય દબાણ બનાવવું જોઈએ. બાંગ્લાદેશમાં તાત્કાલિક લોકશાહી પુનઃસ્થાપિત કરવા માટે સરકારે આંતરરાષ્ટ્રીય દબાણ ઊભું કરવું જોઈએ.












Click it and Unblock the Notifications
