For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાંગ્લાદેશ ચૂંટણીઃ શેખ હસીનાની જીત અને ચૂંટણી સાથે જોડાયેલી ખાસ વાતો

બાંગ્લાદેશ અવામી લીગની મોટી જીત સાથે જ પાર્ટી પ્રમુખ પ્રધાનમંત્રી શેખ હસીના ત્રીજી વાર દેશની સત્તામાં પાછા આવવાની તૈયારી કરી ચૂક્યા છે.

|
Google Oneindia Gujarati News

બાંગ્લાદેશ અવામી લીગની મોટી જીત સાથે જ પાર્ટી પ્રમુખ પ્રધાનમંત્રી શેખ હસીના ત્રીજી વાર દેશની સત્તામાં પાછા આવવાની તૈયારી કરી ચૂક્યા છે. રવિવારે થયેલી ચૂંટણીમાં શેખ હસીના અજેય રહ્યા છે. જો કે વિપક્ષે આ ચૂંટણીના પરિણામો માનવાનો ઈનકાર કરી દીધો છે. વિપક્ષે ચૂંટણીમાં ધાંધલીનો આરોપ લગાવતા એક તટસ્થ કાર્યવાહક સરકારની આગેવાનીમાં ફરીથી ચૂંટણીની માંગ કરી છે. હસીનાની પાર્ટી અવામી લીગને 298માંથી 287 સીટો મળી છે. વળી, વિપક્ષી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ને માત્ર સાત સીટો જ મળી છે. ચૂંટણી કમિશને કહ્યુ છે કે ચૂંટણીમાં ગરબડના જે આરોપ લાગી રહ્યા છે તેની તપાસ કરાવવામાં આવશે.

ચૂંટણી દરમિયાન થઈ હિંસા

ચૂંટણી દરમિયાન થઈ હિંસા

રવિવારે થયેલી ચૂંટણીમાં હિંસા પણ જોવા મળી. અવામી લીગ અને બીએનપા સમર્થકો વચ્ચે થયેલી ઝડપ અને હિંસામાં ઓછામાં ઓછા 18 લોકોના મોત નીપજ્યા તો ઘણા ઘાયલ પણ થયા. ચૂંટણી પ્રચાર દરમિયાન દેશના ઘણા ભાગોમાં હિંસાના સમાચારો મળ્યા હતા. ચૂંટણી પહેલા હસીનાના વિપક્ષીઓને ડરાવવા અને તેમની ધરપકડની આશંકાના કારણે બીએનપીના સમર્થકો ભડકી ગયા હતા. વિપક્ષની આગેવાની કરી રહેલા કમાલ હુસેને ચૂંટણીમાં ધાંધલી અને મતોમાં ચાલબાજી કરવાનો આરોપ લગાવ્યો.

ચૂંટણીમાં લાગ્યો ગરબડનો આરોપ

ચૂંટણીમાં લાગ્યો ગરબડનો આરોપ

તેમને દાવો છે કે ચૂંટણી માટે જે નિષ્પક્ષતા અને સ્વતંત્રતાની અપેક્ષા રાખવામાં આ રહી હતી તે ગાયબ જોવા મળી રહી છે. ન્યૂઝ એજન્સી રૉયટર્સે હુસેનના હવાલાથી લખ્યુ છે કે મતદાન ખતમ થયા બાદ પણ ગઠબંધનના લગભગ 100 લોકોને ચૂંટણીમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. હુસેને હવે ચૂંટણી કમિશનને અપીલ કરી છે કે આ ચૂંટણીને ગેર કાયદેસર ઘોષિત કરવામાં આવે અને નવેસરથી ચૂંટણી કરાવવામાં આવે.

છ લાખ સુરક્ષાકર્મીઓની તૈનાતીમાં ચૂંટણી

છ લાખ સુરક્ષાકર્મીઓની તૈનાતીમાં ચૂંટણી

સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા ઘણી કડક હતી. ચૂંટણી દરમિયાન લગભગ છ લાખ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. આ છ લાખ સુરક્ષાકર્મીઓમાં ઘણા હજાર સૈનિક અને પેરામિલિટરી ફોર્સના જવાન હતા. રાજધાની ઢાકામાં રસ્તાઓ ખાલી હતા. દુકાનો બંધ બતી અને મોબાઈલ ઈન્ટરનેટ સર્વિસને પણ ઠપ્પ કરી દેવામાં આવી હતી. બાંગ્લાદેશના મીડિયાના સમાચારોનું જો માનીએ તો ઢાકાના ઘણા બુથો પર પોલિંગ એજન્ટ્સ નહોતા.

અમુક જગ્યાઓએ ફરીથી થશે ચૂંટણી

અમુક જગ્યાઓએ ફરીથી થશે ચૂંટણી

ચૂંટણી કમિશનના જણાવ્યા મુજબ જ્યાં પણ હિંસાના કારણે મતદાન પર અસર પડી છે ત્યાં ફરીથી ચૂંટણી કરાવવામાં આવશે. એક ચૂંટણી ક્ષેત્ર પર થોડા દિવસો પહેલા એક ઉમેદવારનું મોત નીપજ્યુ હતુ અને હવે ત્યાં થોડા દિવસો બાદ ફરીથી મતદાન કરાવવામાં આવશે.

ખૂબ જ ખરાબ વોટર ટર્ન આઉટ

ખૂબ જ ખરાબ વોટર ટર્ન આઉટ

રૉયટર્સની માનીએ તો બાંગ્લાદેશમાં વોટર ટર્નઆઉટ ખૂબ જ ખરાબ રહ્યો છે. અમુક મતદારોનો આરોપ હતો કે સત્તાધારી પક્ષના કાર્યકર્તાઓએ તેમને બુથમાં પ્રવેશ લેવાની મનાઈ કરી દીધી. મતદારોની માનીએ તો તેમની જગ્યાએ બીજા કોઈએ મત આપ્યા. ચૂંટણી કમિશને સોમવારે વોટર ટર્નઆઉટની સંખ્યા જાહેર કરવા માટે કહ્યુ છે.

વર્ષ 2008 બાદ બે પક્ષો વચ્ચે મુકાબલો

વર્ષ 2008 બાદ બે પક્ષો વચ્ચે મુકાબલો

વર્ષ 2008 બાદ આ પહેલો મોકો છે જ્યાં બે મોટા પક્ષો અવામી લીગ અને બીએનપીએ ચૂંટણીમાં ભાગ લીધો છે. વર્ષ 2014માં મુખ્ય વિપક્ષી બીએનપીએ ચૂંટણીનો બહિષ્કાર કરી દીધો હતો. 300 ઉમેદવારોમાંથી 153 ઉમેદવારોની ચૂંટણી મતદાન વિના જ થઈ ગઈ હતી. બાંગ્લાદેશમાં રવિવારે 300માંથી 299 સીટો પર મત આપવામાં આવ્યા હતા.

10 વર્ષોથી શેખ હસીનાનું શાસન

શેખ હસીના છેલ્લા 10 વર્ષોથી બાંગ્લાદેશ પર શાસન કરી રહ્યા છે. એક તરફ તેમને બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાને આગળ વધારવાનો શ્રેય આપવામાં આવે છે તો તેમના પર તાનાશાહીના આરોપ પણ લાગતા રહે છે. માત્ર આટલુ જ નહિ બાંગ્લાદેશની પીએમ હસીનાને માનવાધિકારોના હનનના આરોપ પણ સહન કરવા પડ્યા છે. મીડિયાએ પણ તેમના પર અવાજ દબાવવાની વાત કહી દીધી છે. બીજી તરફ હસીના હંમેશાથી આવી વાતોને નિરાધાર ગણાવતા આવ્યા છે.

આ પણ વાંચોઃ જૂતા પર છાપ્યા ગણપતિ, અમેરિકામાં વસેલા હિંદુઓએ કંપનીને માફી માંગવા કહ્યુઆ પણ વાંચોઃ જૂતા પર છાપ્યા ગણપતિ, અમેરિકામાં વસેલા હિંદુઓએ કંપનીને માફી માંગવા કહ્યુ

English summary
Bangladesh Elections: PM Sheikh Hasina all set to return to power for third term.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X