બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ જિલૂર રહેમાનનું નિધન

બાંગ્લાદેશી સમાચાર પત્ર ધ ડેલી સ્ટારના અહેવાલ અનુસાર રહેમાનનું નિધન સિંગાપૂરની માઉન્ટ એલિજાબેથ હોસ્પિટલમાં થયું. જિલૂર રહેમાનને બાંગ્લાદેશના નિર્માતા શેખ મુઝિબુર્રહમાનના ખાસ સાથી માનવામાં આવતા હતા. તેમને કિડની અને શ્વાસ લેવામાં તકલીફ હતી.
રાષ્ટ્રપતિના પ્રવક્તાએ જણાવ્યું કે છેલ્લા સમયે તેમની સાથે તેમનો પુત્ર, પુત્રીઓ, અને નજીકના સંબંધીઓ હાજર હતા. રહેમાનને 10 માર્ચના રોજ ઢાકાની સૈન્ય હોસ્પિટલમાંથી સિંગાપૂરની માઉન્ટ એલિજાબેથ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જિલુર વ્યવસાયે વકિલ હતા, અને તેમની ગણતરી એ નેતાઓમાં કરવામાં આવે છે જેમણે 1975માં મુજિબુર્રમાનના તખ્તા પલટ કે કે બાદ સત્તાધારી આવામી લીગની એકતાને અનેક વખત ટકાવી રાખવાનો પ્રયાસ કર્યો. સત્તા પલટ બાદ મુજિબુર્રમાન અને તેમના સંબંધીઓની હત્યા કરી દેવાઇ હતી. તેમના નિધન પર બાંગ્લાદેશે ત્રણ દિવસનો શોક જાહેર કર્યો છે.












Click it and Unblock the Notifications
