For Quick Alerts
For Daily Alerts

યુવાનોમાં વધતા ક્રાઇમને લઇને ઓબામા ચિંતિત
વોશિંગટન, 5 ફેબ્રુઆરીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ યુવાનોને હથિયારોથી દૂર રહેવાની સલાહ આપી છે. સમાચાર એજન્સી ઇએફઇએ જણાવ્યા પ્રમાણે મિનેસોટા રાજ્યમાં મિનેપોલિસ શહેરમાં કાયદા પ્રવર્તન અધિકારીઓ સાથે સોમવારે એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, યુદ્ધના હથિયારોનું નાગરિક સમાજમાં કોઇ સ્થાન ના હોવું જોઇએ. આ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનો વચ્ચે બંદૂક હિંસામાં 40 ટકા ઘટાડો આવ્યો છે.
બંદૂક નિયમનને કડક બનાવવાના પોતાના પ્રસ્તાવના પક્ષમાં સમર્થન એકઠું કરવાનો પ્રયત્ન કરતા ઓબામાએ કહ્યું છે કે, કોઇ પણ કાયદો આપણા બાળકોને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખી શકે નહીં, પરંતુ આપણે કોઇ એક જિંદગી પણ બચાવી શકીએ તો આપણે તે પ્રયત્ન કરવો જોઇએ.
મિનેપોલીસ પોલીસ વિભાગના વિશેષ સંચાલન કેન્દ્રમાં આયોજિત કાર્યક્રમમાં ઓબામાએ કહ્યું કે, આપણે સૈન્ય શૈલીના ઘાતક હથિયારો પર પ્રતિબંધ લગાવવો જોઇએ. એ માટે કોંગ્રેસમાં પ્રસ્તાવ પારિત થવો જોઇએ, કારણ કે, હથિયારોનું સ્થાન આપણા નાગરિક સમાજ અને સ્કૂલમાં નથી. અને તેનો ઉપયોગ કાયદા પ્રવર્તન અધિકારીઓને ચેતવણી આપવા માટે થવો ના જોઇએ.
Comments
crime us president barack obama advised arms away from ગુન્હો અમેરિકના રાષ્ટ્રપતિ બરાક ઓબામા સલાહ હથિયાર દૂર રાખો
English summary
US President Barack Obama has advised youth and children to keep themselves away from arms and crime.
Story first published: Tuesday, February 5, 2013, 17:31 [IST]