અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએગાંધી બાપૂને કર્યા યાદ

ઓબામાએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વૈશ્વિક નેતાઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે છ નવેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી પહેલાં તેમનું આ તેમનું અંતિમ સંબોધન હતું. તેમને કહ્યું હતું કે બેનગાજીમાં અમારા નાગરિકો પર કરવામાં આવેલો હુમલો અમેરિકા પર હુમલો હતો. આ કોઇ સંદેહ નથી કે અમે હત્યાઓની તપાસ કરવામાં અને ન્યાયના દાયરામાં લાવવા માટે આતુર છીએ.
ઓબામાએ પોતાના સંબોધનની શરૂઆત બેનગાજી હુમલામાં મૃત્યું પામેલા રાજદૂત ક્રિસ્ટોફર સ્ટીવન્સને યાદ કર્યા હતા. તેમને કહ્યું હતું કે જે લોકો ઇસ્લામના પયંગમ્બરનો અનાદાર કરે છે તેમનું ભવિષ્ય નથી. જે લોકો તેની નિંદા કરે છે તેમને ઇસા મસીહાની તસવીર સાથે કરવામાં આવેલી છેડછાડની નિંદા પણ કરવી જોઇએ. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે આ સમય ગાંધીજીના તે શબ્દોને યાદ કરવાનો છે કે અસહિષ્ણુતા પણ એક પ્રકારની હિંસા છે અને તે લોકતંત્ર ભાવનાના વિકાસમાં નડતરરૂપ છે.












Click it and Unblock the Notifications
