બર્લુસ્કોનીએ 50 વર્ષ નાની ટીવી પ્રેજેંટર સાથે સગાઇ કરી

berlusconi
રોમ, 18 ડિસેમ્બર: અનૈતિક સંબંધો અને સ્કેંડલો માટે જાણીતા ઇટાલી પૂર્વ વડાપ્રધાન સિલ્વિયો બર્લુસ્કોની ફરીથી લગ્ન કરવા જઇ રહ્યાં છે. 76 વર્ષીય બર્લુસ્કોનીએ તાજેતરમાં જ ટીવી પ્રેજસ્ટર ફ્રાંસેસ્કા પાસ્કેલ સાથે સગાઇ કરવાની જાહેરાત કરી છે. ફ્રાંસેસ્કા પાસ્કેલ સિલ્વિયો બર્લુસ્કોની કરતાં 49 વર્ષ નાની છે. રંગીન મિજાજ ધરવતા બર્લુસ્કોનીના આ ત્રીજા લગ્ન છે. ઇજ્જતના ધજાગરા ઉડે નહી તે માટે તેમને પોતાના નિર્ણયને એકલાપણાનો આધાર બનાવ્યો છે.

સિલ્વિયો બર્લુસ્કોનીએ જે 28 વર્ષીય ફ્રાંસેસ્કા પાસ્કેલ સાથે સગાઇ કરી છે તે એક ટીવી પ્રેજેન્ટર છે. બર્લુસ્કોનીએ તેમની બીજી પત્નીને 2008માં છૂડાછેડા આપ્યા હતા.

બર્લુસ્કોનીએ કહ્યું હતું કે તે એકલાપણું અનુભવતા હતા અને તે જલદી જ પાસ્કેલ સાથે લગ્નની ગ્રંથીએ જોડાઇ જશે. પાસ્કેલ મારી પુત્રીની સારી એવી મિત્ર છે. બર્લુસ્કોનીએ કહ્યું હતું કે અમારા વચ્ચે 49 વર્ષનો ફરક છે. પાસ્કેલ એક સુંદર છોકરી છે. તે બહારથી જેટલી સુંદર છે તેટલી જ અંદર પણ સુંદર છે.

બીજી તરફ મિલાનની એક કોર્ટે બુંગા-બુંગા પાર્ટીઓના કેન્દ્રમાં રહેલી કરીમા અલ મહરૂગ ઉર્ફ રૂબી પર 650 ડોલરનો દંડ ફટકાર્યો છે. આ દંડ કોર્ટમાં બીજી વાર રજૂ ન થવા માટે ફટકારવામાં આવ્યો છે. હવે તેમને 14 જાન્યુઆરીએ તેમને હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. હાલમાં બર્લુસ્કોની મેક્સિકોમાં છે.

બર્લુસ્કોની વિરૂદ્ધ મિલાનની આ કોર્ટમાં રૂબી સાથે 17 વર્ષની ઉંમરે પૈસા આવી સંબંધ બાંધવાના આરોપમાં કેસ ચાલી રહ્યો છે. આ ઉપરાંત તેમના પર આ કેસને દબાવવા માટે પદનો દુર ઉપયોગ કરવા અંગેનો કેસ છે. રૂબી કેસની એકમાત્ર સાક્ષી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X