For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાબુલ એરપોર્ટ બહાર મોટો વિસ્ફોટ, અફરાતફરીનો માહોલ!

|
Google Oneindia Gujarati News

છેલ્લાા કેટલાક દિવસથી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી ત્યારે હવે આ આશંકા સાચી સાબિત થઈ છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ સ્થાનિક અને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો મોકાનો ફાયદો ઉઠાવવાની ફિરાકમાં ફરી રહ્યા છે ત્યારે હવે કાબુલથી હુમલાના સમાચાર આવ્યા છે.

explosion outside Kabul airport

અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટને કાબુલ એરપોર્ટ પર આતંકવાદી હુમલાની આશંકા વ્યક્ત કરેલી આશંકા સાચી સાબિત થઈ છે. કાબુલ એરપોર્ટના ગેટ મોટો વિસ્ફોટ થયો હોવાના સમાચાર છે. આ વિસ્ફોટમાં કેટલાક લોકોના ઘાયલ થયા છે. મળતી વિગતો મુજબ પેન્ટાગને પણ આ હુમલાની પુષ્ટિ કરી છે. વિસ્ફોટ બાદ એરપોર્ટ પર અફડાતફડીનો માહોલ સર્જાયો છે. બીજી તરફ મીડિયામાં લોહી લુહાણ લોકોના દ્રશ્યો સામે આવી રહ્યા છે.

પેન્ટાગનના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું કે, કાબુલ એરપોર્ટ બહાર વિસ્ફોટ થયો હતો. જો કે આ હુમલામાં કેટલા લોકો ઘાયલ થયા તે અંગે તેમણે કંઈ કહ્યું નથી. તાલિબાને 15 ઓગસ્ટે કાબુલ પર કબજો કર્યો ત્યારથી મોટી સંખ્યામાં લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે અને હજારો લોકો એરપોર્ટ પર ભેગા થયા છે. અમેરિકા, ભારત સહિત મોટાભાગના દેશો તેમના નાગરિકો સાથે આ લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે.

એક તરફ કાબુલથી અફઘાન નાગરિકો સહિત અનેક લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે તો બીજી તરફ આતંકી સંગઠનો સંક્રિય થતા હવે અફઘાનિસ્તાનમાં માહોલ સતત બગડી રહ્યો છે.

English summary
Big explosion outside Kabul airport, atmosphere of shock!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X