મંકીપોક્સને લઈને મોટા સમાચાર, WHOએ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી!
દુનિયામાંથી હજુ કોરોના વાયરસના પગલા ભુંસાયા નથી ત્યાં હવે સમગ્ર વિશ્વ મંકીપોક્સથી ચિંતિત છે. તેની ગંભીરતાને જોતા વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ શનિવારે એક મોટો નિર્ણય લીધો છે.
નવી દિલ્હી : દુનિયામાંથી હજુ કોરોના વાયરસના પગલા ભુંસાયા નથી ત્યાં હવે સમગ્ર વિશ્વ મંકીપોક્સથી ચિંતિત છે. તેની ગંભીરતાને જોતા વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ શનિવારે એક મોટો નિર્ણય લીધો છે. જે અંતર્ગત વાયરસને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવામાં આવ્યો છે. WHOના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસે આ અંગે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને આ બીમારી સાથે જોડાયેલી તમામ માહિતી દુનિયા સાથે શેર કરી હતી.

ડો. ટેડ્રોસે કહ્યું કે એક મહિના પહેલા તેણે આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય નિયમો હેઠળ ઈમરજન્સી કમિટીની બેઠક બોલાવી હતી. જેમાં મંકીપોક્સને લઈને વિશ્વભરમાં ઈમરજન્સીની સ્થિતિ છે કે કેમ તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આમાં નિષ્ણાતોના મંતવ્યો અલગ હતા. જેના કારણે તે સમયે નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. ડો. ટેડ્રોસના જણાવ્યા અનુસાર છેલ્લી મીટિંગ સમયે વિશ્વના 47 દેશોમાં 3040 કેસ નોંધાયા હતા, જ્યારે હવે 75 દેશોમાં આ આંકડો વધીને 16 હજાર થઈ ગયો છે. આ સિવાય 5 લોકોના પણ આ કારણે મોત થયા છે.
WHO ચીફના જણાવ્યા અનુસાર, તેમણે 5 બાબતો પર વિચાર કર્યો, ત્યારબાદ મંકીપોક્સને ઈમરજન્સી જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. મંકીપોક્સ વાયરસ એવા દેશોમાં ઝડપથી ફેલાયો છે જ્યાં તે પહેલા જોવા મળ્યો ન હતો. આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમો હેઠળ કોઈપણ વાયરસ અથવા રોગને વૈશ્વિક આરોગ્ય કટોકટી તરીકે જાહેર કરવા માટે ત્રણ ધોરણો છે, જે મંકીપોક્સમાં મળ્યા છે. ઈમરજન્સી કમિટીની સલાહ પર સર્વસંમતિ સધાઈ શકી નથી. વૈજ્ઞાનિક સિદ્ધાંતો, પુરાવાઓ અને અન્ય માહિતી કે જે હાલમાં અપૂરતી છે અને અમને ઘણા અજાણ્યાઓ સાથે છોડી દે છે. માનવ સ્વાસ્થ્ય માટે જોખમ, આંતરરાષ્ટ્રીય સ્તરે તેના ફેલાવાનો ભય છે.












Click it and Unblock the Notifications
