For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇજિપ્તમાં રક્તરંજિત વિરોધ પ્રદર્શન, 525 દેખાવકારોનાં મોત

|
Google Oneindia Gujarati News

કાઇરો, 16 ઓગસ્ટ : ઈજિપ્તમાં લશ્કરી શાસન વિરુદ્ધના પ્રદર્શનો રક્તરંજિત બન્યાં છે. વિરોધ દેખાવો કરનાર પદભ્રષ્ટ પ્રમુખ મોહમ્મદ મોર્સીના સમર્થકોના બે જૂથ પર ગઈ કાલે ગુરુવારે પોલીસોએ કરેલા દમનમાં 525 દેખાવકારો માર્યા ગયા છે. છેલ્લા અનેક દાયકાઓમાં ઈજિપ્તમાં થયેલી આ સૌથી લોહિયાળ હિંસા છે. જેને દુનિયાભરના દેશોએ વખોડી કાઢી છે.

યુએસ પ્રમુખ બરાક ઓબામાએ ઈજિપ્તમાંના હિંસાચાર સામે નારાજગી તેમજ રોષની લાગણી વ્યક્ત કરી છે. અમેરિકાએ ઈજિપ્ત સાથેની સંયુક્ત લશ્કરી કવાયતને રદ કરવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ કાર્યાલયમાંથી સમગ્ર રાષ્ટ્રમાં એક મહિના સુધી કટોકટીની ઘોષણા કરવામાં આવી છે.

egypt-protest-cairo

આરોગ્ય મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે કેઇરોના રબ્બા અલ અદાવીયા ચોકમાં 23 લોકો માર્યા ગયા છે અને 447 લોકો ઘાયલ થયા છે. એલેકઝાંડ્રિયા, સુએઝ, બેહેરીયા, મિન્યા, સોહાગ, અસ્યૂત નગરોમાં પોલીસ કાર્યવાહીમાં 37 લોકો માર્યા ગયા છે. જ્યારે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કેરો, એલેકઝાંડ્રિયા, સુએઝ સહિતના શહેરોમાં કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે.

મોર્સીની સમર્થક પાર્ટી મુસ્લિમ બ્રધરહુડનો આરોપ છે કે પોલીસે સેંકડો દેખાવકારોને મારી નાખ્યા છે અને 7000થી વધારે લોકોને ઘાયલ કર્યા છે.

English summary
Blood stained protest in Egypt , 525 protesters died
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X