400 મુસાફરોને લઈને ભૂમધ્ય સાગરમાં રસ્તામાં ભટકી નાવ, જીવ જવાનુ જોખમ તોળાયુ
ઉત્તર આફ્રિકાથી ભૂમધ્ય સાગર તરફ જતી એક નાવ રસ્તો ભટકી ગઈ છે. આ નાવમાં 400 મુસાફરો સવાર હતા. માહિતી મુજબ આ નાવ માલ્ટાથી ગ્રીસ જઈ રહી હતી. આ દરમિયાન રસ્તામાં આ નાવ પોતાનો રસ્તો ભટકી ગઈ.
સપોર્ટ સર્વિસ એલાર્મ ફોન તરફથી ટ્વીટ કરીને જણાવવામાં આવ્યુ કે અમને બોટમાંથી ફોન આવ્યો છે. જર્મનીની એનજીઓ સી વૉરટ ઈન્ટરનેશનલ તરફથી એવુ કહેવામાં આવ્યુ છે કે બોટમાં સવાર લોકોના જીવ જોખમમાં છે, આ માટે EU પાસેથી તાત્કાલિક મદદની વિનંતી કરવામાં આવી છે.

બોટમાંથી ફોન કરીને કહેવામાં આવ્યુ કે બોટમાં ઈંધણ પણ ખતમ થઈ ગયુ છે, તેનો નીચેનો ભાગ પાણીથી ભરેલો છે. બોટના કેપ્ટન તેને છોડી ગયા છે અને તેને સંભાળવા માટે બોટ પર કોઈ નથી. બોટ પરના લોકો ભયભીત છે, ઘણાને તાત્કાલિક તબીબી સારવારની જરૂર છે.
બોટમાં એક બાળક, એક ગર્ભવતી મહિલા અને કેટલાક અલગ-અલગ વિકલાંગ લોકો સવાર છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં વિસ્થાપિત લોકોને લઈને ભૂમધ્ય સમુદ્ર પાર કરતી બોટોની સંખ્યામાં ઘણો વધારો થયો છે.












Click it and Unblock the Notifications
