For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય મૂળના અમેરિકન બૉબી જિંદલ લડી શકે છે રાષ્ટ્રપતિની ચૂંટણી

|
Google Oneindia Gujarati News

bobby jindal
વૉશિંગ્ટન, 18 સપ્ટેમ્બર: લુસિયાના પ્રાંતના ભારતીય-અમેરિકન ગવર્ન બૉબી જિંદલે પહેલીવાર માન્યું છે કે તેઓ 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવવા પર વિચાર કરી રહ્યા છે. અને નવેમ્બરમાં યોજાનાર કોંગ્રેસની ચૂંટણી બાદ તેની પર નિર્ણય કરશે.

રિપબ્લિકન પાર્ટીના સભ્ય જિંદલે જણાવ્યું કે તેઓ 2016ના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઊભા રહેવા પર વિચાર કરી રહ્યા છે. ભલે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીને સંભાવિત ઉમેદવારોને લઇને સીએનએન-ઓઆરસી દ્વારા ન્યૂ હેંપશાયરમાં કરાવવામાં આવેલ સર્વેક્ષણમાં જિંદલના નામને લઇને વધારે ઉત્સાહ દેખાયો નહીં, જિંદલે જણાવ્યું કે તેઓ નવેમ્બરમાં યોજાનાર કોંગ્રેસની ચૂંટણી બાદ પોતાના નિર્ણય લેશે.

જિંદલે જણાવ્યું કે તેમના નિર્ણય કરવાની પ્રક્રિયા એવા જ પ્રકારની રહેશે જેવી અત્રે તેમના અન્ય હોદ્દાઓની ચૂંટણી દરમિયાન હતી, જેમ કે 2003ની લુસિયાના ગવર્નરની ચૂંટણી જ્યારે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

અમેરિકન પ્રતિનિધિસભાની 2004ની ચૂંટણી અને 2007માં ફરીથી ગવર્નર પદની ચૂંટણી જેમાં તેમણે જીત મેળવી અને ફરીથી 2011માં તેમના આ પદ માટે ફરીથી ચૂંટાઇ આવ્યા. જ્યારે બૉબી જિંદલ મૂળ ભારતીય અમેરિકન છે, એવો પ્રશ્ન થઇ શકે છે કે જો બૉબી જિંદલ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઊભા રહે તો શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતાડવા માટે તેમના પ્રચાર પ્રસારમાં મદદ કરશે કે નહીં. અને જો કરશે તો શું તેનો તેમને લાભ મળશે ખરો?

English summary
Louisiana’s Republican Gov. Bobby Jindal says he’s thinking and praying about running for president in 2016, and will make his decision after the November elections, reported the Christian Science Monitor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X