For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોલિવિયાએ સંસ્થાનવાદ સામેની લડતમાં ઉંધી ઘડિયાળ શરૂ કરી

|
Google Oneindia Gujarati News

લા પાઝ, 27 જૂન : દક્ષિણ અમેરિકામાં આવેલા બોલિવિયા દેશના એક શહેરમાં એક ઘડિયાળ ટાવરની ઘડિયાળના આંકડાઓનો ક્રમ ઉંધો કરી દેવામાં આવ્યો છે. આ સાથે તે ઘડિયાળના કાંટા પણ જમણેથી ડાબી બાજુએ જવાને બદલે ડાબેથી જમણી બાજુએ જાય છે. આ ઘડિયાળ લા પાઝ શહેરમાં આવેલી બોલિવિયાની સંસદભવનના ઘડિયાળ ટાવર પર લગાવવામાં આવી છે.

આ સમાચાર જાણ્યા બાદ સહજ રીતે પ્રશ્ન ઉભો થાય કે આમ શા માટે કરવામાં આવ્યું છે. જબાદ છે કે બોલિવિયામાં સંસ્થાનવાદને અટકાવવા માટે આમ કરવામાં આવ્યું છે. બોલિવિયાના વિદેશ મંત્રી ડેવિડ ચોકુએહુઆંસાએ આ ઘડિયાળને 'દક્ષિણની ઘડિયાળ'નું નામ આપ્યું છે.

bolivia-reverse-clock

તેમણે જણાવ્યું કે આમ કરવાનો હેતુ બોલિવિયાના નાગરિકોને તેમની સાંસ્કૃતિક વિરાસતની જાળવણી કરવા માટે જાગૃત કરવા માટે કરવામાં આવ્યું છે. આ પરિવર્તનના માધ્યમથી સામાન્ય નાગરિકોને એવો સંદેશ આપવામાં આવ્યો છે કે તેઓ સ્થાપિત માન્યતાઓને પડકારી શકે છે અને નવી સર્જનાત્મક વિચારધારાને વિચારી શકે છે.

આ બાબતને જીવનમાં ડગલેને પગલે ઉતારવા અને અમલમાં મૂકવા માટે બોલિવિયાના વિદેશ મંત્રીએ પોતાના કાંડા પર પણ રિવર્સ ચાલનારી 'દક્ષિણની ઘડિયાળ' બાંધી હતી. તેમણે જણાવ્યું કે અમે દરેક બાબતને જટિલ બનાવવા માંગતા નથી. આપણે બસ એટલું યાદ રાખવાનું છે કે આપણે ઉત્તર નહીં પરંતુ દક્ષિણ અમેરિકામાં રહીએ છીએ.

English summary
Bolivia running reverse clock for fight colonialism
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X