અફઘાનિસ્તાનમાં વિસ્ફોટ, 17ના મોત

ફરાહ પ્રાંતના સરકારી પ્રવક્તા અબ્દુલ રહેમાન જવાનદાઇએ જણાવ્યું કે આ લોકો એક મીની બસમાં બેસીને એક લગ્નમાં જઇ રહ્યા હતા. દરમિયાન રસ્તાના કિનારે થયેલા એક બ્લાસ્ટમાં તેમની બસ સપડાઇ ગઇ.
પ્રાંતિય પોલીસ પ્રમુખ અકા નૂર કિનતોજે જણાવ્યું કે વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા 17 જેટલી છે. જેમાં વધારે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. વિસ્ફોટમાં 14 લોકો ઘાયલ પણ થયા છે. તેમણે આ વિસ્ફોટમાં તાલિબાન આતંકવાદીઓનો હાથ હોવાનું પણ જણાવ્યું.












Click it and Unblock the Notifications
