• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બોસ્ટન બ્લાસ્ટ: 23 કલાક બાદ બીજા શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ

By Kumar Dushyant
|
boston-marathon
બોસ્ટન, 20 એપ્રિલ: બોસ્ટન મેરેથોન વિસ્ફોટના બીજો શંકાસ્પદ રૂસી મૂળના અમેરિકન નાગરિક 19 વર્ષીય જોખર સારનાઇવની 23 કલાકના અભિયાન શુક્રવારે રાત્રે ધરપકડ કરવામાં આવી છે. આ અભિયાન દરમિયાન અમેરિકાના સૌથી જુના શહેર અને તેના કેમ્બ્રિજ જેવા ઉપનગર બંધ રહ્યાં હતા. આ ઘટના બાદ પોલીસે ટ્વિટર પર લખ્યું હતું કે તે પકડાઇ ગયો છે. શોધખોળનું અભિયાન પુરૂ થયું છે. આતંકનો અંત થયો અને ન્યાયની જીત થઇ. શંકાસ્પદને કેદમાં લેવામાં આવ્યો છે.

આ ધરપકડ બોસ્ટન મેરેથોન સ્થળ પર સોમવારે થયેલા બે વિસ્ફોટોના ચાર દિવસ બાદ કરવામાં આવી છે. વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા તથા 180થી વધુ લોકો ધાયલ થયા હતા. સારનાઇવને બોસ્ટનના ઉપનગર વોટરટાઉનની હોડીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. સીએનએન ચેનલે એક અધિકારીના હવાલેથી જણાવ્યું હતું કે તેની ધરપકડ કરવામાં આવી છે.

ચેનલના જણાવ્યા અનુસાર તેના કર્મચારીઓને ઘટનાસ્થળ પર ગોળીબારનો અવાઝ સંભળાયો હતો પરંતુ તે જાણી શકાયું નથી કે આ ગોળીબારી શંકાસ્પદ વ્યક્તિ દ્રારા કે અધિકારીઓ દ્રારા કરવામાં આવી છે કે પછી બંને દ્રારા કરવામાં આવી છે. આ ઉપરાત નાના ધમાકાનો અવાજ સંભળાયો હતો. અધિકારીઓએ તેને આત્મસમર્પણ કરવાનો વિકલ્પ આપ્યો હતો. વોટરટાઉનમાં પોલીસની મુઠભેડમાં તેનો ભાઇ ટૈમરલૈન સારનાઇવ મોતને ભેટ્યો હતો જ્યારે તે નાસી છુટવામાં સફળ રહ્યો હતો. અધિકારીઓએ જોખરની ધરપકડ પહેલાં તેની પાસેથી હથિયાર અને વિસ્ફોટક હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

રૂસના વિવાદાગ્રસ્ત મુસ્લિમ વિસ્તાર ચેચન્યા નિવાસી બંને ભાઇઓનો જન્મ ક્રિર્ગીસ્તાનમાં થયો છે અને તે એક દાયકાથી અમેરિકામાં આવ્યાં હતા. નાના ભાઇને ગત વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાનું નાગરિત્વ મળી ગયું હતું. આ અભિયાન દરમિયાન ગવર્નર ડેવૈલ પૈટરિકે શહેરના 10 લાખ લોકોને ઘરમાં તથા સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે. સીએનએના જણાવ્યા મુજબ મેસાચુએટ્સ રાજ્યના પોલીસ અધિક્ષકે કહ્યું હતું કે તપાસકર્તાઓએ ઘટનાસ્થળેથી ઘરેલૂ વિસ્ફોટક પકડી પાડ્યાં હતા. હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી કે આ વિસ્ફોટક કયા પ્રકારના છે.

સીએનએનના જણાવ્યા અનુસાર એક સૂત્રએ જણાવ્યું હતું કે ટૈમરલૈન સારનાઇવનના મોતના સમયે તેના શરીર પર વિસ્ફોટક બાંધેલા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ બંને ભાઇઓએ મૈસાચુસેટ્સ ઇસ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીના પોલીસ અધિકારી શોન કોલિયરની હત્યા કર્યા બાદ તેમની કાર ચોરી લીધી હતી.

English summary
A Chechen-origin teenager suspected to be behind the deadly Boston bombings was on Saturday captured by the police here after a 24-hour drama that saw another suspect being killed and the city virtually shut.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more