For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોસ્ટનમાં બ્લાસ્ટ : 3નાં મોત, 141થી વધારે ઘાયલ

|
Google Oneindia Gujarati News

બોસ્ટન, 16 એપ્રિલ : બોસ્ટન, 16 એપ્રિલ : અમેરિકાનાં બોસ્ટનમાં સોમવારે રાત્રે બે બોમ્બ વિસ્ફોટ થયા હતા આ વિસ્ફોટો માં ત્રણ વ્યક્તિઓ નાં મોત નીપજ્યા હતા અને 100થી વધારે લોકો ઘાયલ થયા હતા આ બોમ્બ વિસ્ફોટ રાત્રે 12.10 વાગે મેરેથોન રેસમાં થયા હતા વિસ્ફોટો જેએસકે લાઈબ્રેરીની બહાર થયા હતા.

બ્લાસ્ટના કારણોને હજુ જાણી શકાયું નથી. ઘટનાસ્થળે રાહતકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. જે સમયે બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારે અમેરિકામાં દિવસના 12:20 વાગ્યા હતા. આ બંને બોમ્બ બ્લાસ્ટમાં મેરોથોન સ્થળ પર થયા હતા, જ્યાં ભારે માત્રામાં લોકો હાજર હતા.

બીબીસીના જણાવ્યા અનુસાર ધમાકો બોસ્ટન મેરોથોન રેસના વિજેતાઓની રેસ ખતમ થનાર લાઇન પાર કર્યાના લગભગ બે કલાક બાદ તે લાઇન પાસે થયો હતો અને બીજો ધમાકો તેની પાસે 20 સેકન્ડ બાદ થયો હતો.

boston_marathon_blasts

Update 9:00 AM

ઘટનાસ્થળની શરૂઆતી તસ્વીરોમાં ઘણા લોકો જમીન પર ઉભેલા જોવા મળે છે અને રસ્તા પર લોહીના દાગ જોવા મળી રહ્યાં છે. બ્લાસ્ટની થોડીવાર પછી મૈસાચુએસેટ્સ જનરલ હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 4 ઘાયલ લોકોને ઇમરજન્સી રૂમમાં દાખલ કરવામાં આવ્યાં છે. હાલમાં તેમની તબિયત અંગે જાણકારી મળી શકી નહી ત્યારબાદ પોલીસે જણાવ્યું હતું કે ધમાકામાં 3 લોકોના મોત નિપજ્યાં છે. 1897થી એપ્રિલના ત્રીજા સોમવારે પૈટ્રિયટ્સ ડે પર બોસ્ટન મેરેથોનનું આયોજન કરવામાં આવે છે. આ ઇવેન્ટમાં લગભગ 5 લાખ દર્શકો અને 20 હજાર લોકો ભાગ લે છે. સ્પષ્ટ છે કે જાણીજોઇને ધમાકા ફિનિશ લાઇન પાસે કરવામાં આવ્યાં હતા કારણ કે વધુમાં વધુ લોકોને નિશાન બનાવી શકાય.

આ ધમાકાઓની થોડીવાર પછી મેરેથોનની ફિનિશ લાઇનથી 3 માઇલ દૂર જોન એફ કેનેડી પ્રેજિડેન્શલ લાઇબ્રેરી પાસે થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ ધમકામાં કોઇ હતાહત થઇ નથી, પોલીસના જણાવ્યા અનુસાર આ ધમાકા આગ લાગવાના કારણે થયાં છે. બોસ્ટન પોલીસ ડિપાર્ટમેંટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હાલમાં તપાસ ચાલુ છે અને ત્યારબાદ સ્પષ્ટ થઇ શકશે કે આ ધમાકા પાછળ આતંકવાદીઓનો હાથ છે કે નહી. બીજી તરફ એફબીઆઇનું કહેવું છે કે આ ધમાકા આતંકવાદી દ્રારા કરવામાં આવ્યાં છે.

બોસ્ટન મેરેથોનમાં ભાગ લેવા માટે આવેલા કેનેડાના એથલીસ્ટ માઇક મિશેલે જણાવ્યું હતું કે તે ફિનિશ લાઇન પાછળ જોઇ રહ્યાં હતા ત્યારે એક જોરદાર ધમાકો થયો. લગભગ 15 મીટર ઉંચો ધુમાડાનો ગોટો થયો. ત્યારબાદ લોકો બુમો પાડતાં આમ-તેમ દોડવા લાગ્યા. મિશેલે કહ્યું હતું કે દરેક જણ ડરેલ હતું. લગભગ 42 લિલોમીટર લાંબી મેરેથોનને જોવા માટે હજારો લોકો એકઠા થયાં હતા. સૌથી વધુ ભીડ ફિનિશ લાઇન પાસે હતી. રેસ શરૂ થયાના પાંચ કલાક બાદ ધમકા થયા હતા. જે સમયે ટોપ એથલીસ્ટ રેસ પુરી કરી ચુક્યાં હતા. ટ્રાંજિટ સર્વિસે પોલીસ એક્ટિવીટીનો હવાલો આપતાં એરિયામાં સર્વિસ રોકી દિધી હતી. થોડી મિનિટોમાં એમ્બ્યુલન્સ ધટના સ્થળે આવી ગઇ હતી. લોકો રડતા જોવા મળતાં હતા.

બરાક ઓબામાએ જરૂરી પગલાં ભરવાનો આદેશ આપતાં કહ્યું હતું કે બ્લાસ્ટના સમાચાર મળતાં જ વાઇટ હાઉસ હરકતમાં આવતાં લોકલ ઓથોરિટીનો સંપર્ક કરી ઘટનાસ્થળની મુલાકાત લેવાની શરૂઆત કરી દિધી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વહિવટી તંત્રને આદેશ આપ્યાં છે કે ઇજાગ્રસ્તોની મદદ માટે જરૂરી પગલાં ભરવામાં આવે અને બ્લાસ્ટની તપાસ કરવામાં આવે.

ધમાકા બાદ તાત્કાલિક અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ દેશને સંબોધિત કરતાં કહ્યું હતું કે કોઇનું આ ધૃણિત કામ છે. તેને છોડવામાં નહી આવે. આકાશ કે પાતાળમાંથી તેને શોધી કાઢીશું. દુખની આ ઘડીમાં દરેક સંગઠિત થઇને ચાલવાની જરૂર છે.

ધમાકા બાદ અમેરિકામાં કડક સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે. બોસ્ટન એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ ન્યૂયોર્ક સહિત અમેરિકાના તમામ મોટા શહેરોમાં એજન્સીને સક્રિય કરી દેવામાં આવી છે.

English summary
Two large explosions at the final stretch of the Boston Marathon killed at least three people and injured more than 100.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X