Video: જ્યારે બ્રિક્સ સમિટમાં ચીની રિપોર્ટરે ગાયું હિન્દી ગીત
બ્રિક્સ સંમેલનમાં પણ પીએમ નરેન્દ્ર મોદી અને બોલીવૂડ અંગે ચીની લોકોની દિવાનગી જોવા મળી. સમિટમાં હાજર એક રિપોર્ટર ગાયું હિન્દી ગીત. જુઓ તેનો વીડિયો અહીં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે ચીન ગયા છે. ત્યારે પીએમ મોદી રવિવારે જ્યારે શ્યામન પહોંચ્યા ત્યારે ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને અહીં રહેલા ભારતીયો મોડી રાત સુધી પીએમ નરેન્દ્ર મોદીના આવવાની રાહ જોઇ રહ્યા હતા. ત્યાં પીએમ મોદી પણ ભારતીય સમુદાય સાથે મુલાકાત કરી હતી. પણ આ તમામની વચ્ચે એક ખાસ વાત જોવા મળી હતી.

ચીની રેડિયાના એક રિપોર્ટરે હિન્દી ગીત ગાતી જોવા મળી હતી. બ્રિક્સ સમિટને કવર કરવા આવેલી આ રિપોર્ટરે "આજે રે મેરે દિલબર આજા" ગીત ગાયું હતું. અને તે જે રીતે રાગમાં અને યોગ્ય હિન્દી ઉચ્ચાર સાથે તે ગીત ગાઇ રહી હતી તે જોઇને ભલભલા લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ડોકલામ પછી ચીની મીડિયાએ જ્યાં ભારતને ડરાવામાં કોઇ કસર નહતી છોડી ત્યાં જ ચીનમાં અનેક લોકો ભારતીય સિનેમાને ખૂબ જ પસંદ કરી રહ્યા છે તે વાત પણ હવે અજાણી નથી રહી. ત્યારે ચીની રિપોર્ટરની હિન્દીમાં ગીત ગાતી જુઓ અહીં...
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
