લંડનમાં સંસદ બહાર આંતકી હુમલો, 5નું મૃત્યુ

Written By:
Subscribe to Oneindia News

બ્રિટન માં સંસદની બહાર ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં 5 લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાં એક પોલીસ અને એક હુમલાખોરનો સમાવેશ થાય છે. ગોળીબારની સૂચના બાદ ઇમારત બંધ કરી દેવામાં આવી. આ ગોળીબારમાં 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

london terror attack
  • કોઇ બીજું કારણ ન મળે ત્યાં સુધી અમે આને આતંકી હુમલો જ માની રહ્યાં છીએ - પોલીસ
  • મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ
  • સંસદ બહાર સંદિગ્ધ કાર મળી આવી હતી.
  • આખા વિસ્તારને તાત્કાલિક ખાલી કરાવાયો હતો.

લંડન પોલીસ અનુસાર, સંસદની બહાર ગોળીબાર થયો હોવાના સમાચાર મળતાં જ તેઓ તુરંત ત્યાં પહોંચ્યા હતા. વેસ્ટમિંસ્ટર સ્ટેશન પણ બંધ કરવામાં આવ્યું હતું. સમાચાર એજન્સિઓ અનુસાર પોલીસે એક હુમલાખોરને ગોળી મારી ઠાર કર્યો હતો.

london terror attack

સંસદની કાર્યવાહી દરમિયાન બહાર આ હુમલો થયો હતો. હાઉસ ઑફ કૉમન્સના નેતાએ જણાવ્યું કે, સંસદની અંદર જ એક પોલીસકર્મી પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ગોળીબારની ઘટના બાદ સંસદ સ્થગિત કરવામાં આવ્યું હતું. સંસદના ડેપ્યુટી સ્પીકરે ગળીબારની ઘટના બાદ સંસદ સ્થગિત થયું હોવાની ઘોષણા કરી હતી. વડાપ્રધાનને સંસદ બહાર સુરક્ષિત લાવવામાં આવ્યા હતા. સાંસદોને સંસદની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી હતી.

અહીં વાંચો - મોહમ્મદ બેગમને પાકિસ્તાથી ભારત હવે લાવશે સુષ્મા સ્વરાજ!

ભારતે બ્રિટનના સંસદ પર થયેલા આ હુમલાની નિંદા કરી છે તથા ઘટનાનો ભોગ બનેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે. વિદેશ વિભાગે કહ્યું કે, લોકતંત્ર અને સભ્ય સમાજમાં આતંકવાદ માટે જગ્યા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરતાં કહ્યું કે, આ મુશ્કેલ સમયમાં ભારત આતંકવાદ સામેની લડાઇમાં યુકેની સાથે ઊભું રહેશે.

English summary
There are reports of shots being fired outside the Houses of Parliament in London.
Please Wait while comments are loading...