નિરવ મોદીને ભારત લાવવાનો રસ્તો થયો સાફ, બ્રિટિશ હાઇકોર્ટે પ્રત્યાર્પણ રોકવાની અરજી ફગાવી
પંજાબ નેશનલ બેંકમાં હજારો કરોડનુ કૌભાંડ કરીને વિદેશ ભાગી ગયે નિરેવ મોદીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. બ્રિટિશ હાઇકોર્ટે થોડા સમય પહેલા જ નિરવ મોદીના ભારતને સોંપવાની અરજી પર લીલી ઝંડી આપી હતી. નિરવ મોદી દ્વારા પ્રત્યાર્પણ
પંજાબ નેશનલ બેંકમાં હજારો કરોડનુ કૌભાંડ કરીને વિદેશ ભાગી ગયે નિરેવ મોદીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. બ્રિટિશ હાઇકોર્ટે થોડા સમય પહેલા જ નિરવ મોદીના ભારતને સોંપવાની અરજી પર લીલી ઝંડી આપી હતી. નિરવ મોદી દ્વારા પ્રત્યાર્પણ રોકવા માટે કરાયેલ અરજીને કોર્ટે ફગાવી છે. કોર્ટે કહ્યું કે નીરવને ભારતને સોંપવાનો નિર્ણય ન તો અયોગ્ય છે અને ન તો તેને કોઈ દબાણ તરીકે લેવો જોઈએ. નીરવ મોદી પર દેશની બીજી સૌથી મોટી બેંક PNBમાં હજારો કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે. હાલમાં તે લંડનની જેલમાં છે.

નિરવ મોદીએ બચાવમાં આપ્યા આ તર્ક
ભારતીય એજન્સીઓએ નીરવ મોદીને પરત લાવવા માટે સરકારી અને કાયદાકીય સ્તરે અરજીઓ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે નીરવે ભારતની બેંકિંગ સિસ્ટમ સાથે છેતરપિંડી કરી છે, તેથી તેને કાયદાકીય પ્રક્રિયા માટે ભારતીય એજન્સીઓને સોંપવામાં આવે. અરજીમાં આપવામાં આવેલી દલીલો સામે નીરવે ઘણી દલીલો કરી હતી. નીરવે તો ત્યાં સુધી કહ્યું કે તે બ્રિટનમાં જ ભારતીય કાયદાનો સામનો કરવા તૈયાર છે, તેને ભારતીય એજન્સીઓને સોંપવામાં ન આવે, પરંતુ કોર્ટમાં તેની સુનાવણી થઈ ન હતી.

ભારત પરત ફરવા પર જીવનુ જોખમ: નિરવ મોદી
નીચલી અદાલતે નીરવ મોદીને ભારતને સોંપવાનો નિર્ણય કર્યો ત્યારે તેણે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો અને હવે હાઈકોર્ટે પણ નીરવની અરજીને ફગાવી દીધી છે. નીરવે અરજીમાં કહ્યું હતું કે ભારતમાં જેલોની હાલત ખૂબ જ ખરાબ છે. આ સિવાય જો તે ભારત પરત ફરે છે તો તેને જીવનું જોખમ પણ હોઈ શકે છે. જવાબમાં ભારતીય એજન્સીઓએ લંડનની કોર્ટને વિગતવાર માહિતી આપી અને કહ્યું કે નીરવ માત્ર ભાગી જવાનો રસ્તો શોધી રહ્યો છે. કોર્ટે તેના આધારે તેને ભારતને સોંપવાનો આદેશ આપ્યો છે.

લાંબા સમયથી પ્રત્યાર્પણ માટે ભારત સરકાર કરી રહી છે પ્રયાસ
ભારત સરકાર લાંબા સમયથી નીરવ મોદીના પ્રત્યાર્પણની કોશિશ કરી રહી છે. નીરવ મોદીએ તેના કાકા મેહુલ ચોક્સી સાથે મળીને લોન લેટર દ્વારા પંજાબ નેશનલ બેંકમાં છેતરપિંડી કરી હતી. જણાવી દઈએ કે PNB એ ગેરંટી વગર નીરવ મોદીને લગભગ 11,356 કરોડ રૂપિયાની લોન આપી હતી. આ માટે PNBના કેટલાક અધિકારીઓએ નીરવ મોદીને ખોટી રીતે લેટર ઓફ અન્ડરટેકિંગ (LoU) આપ્યા હતા. આ LoUના આધારે મોદી અને તેના સહયોગીઓએ અન્ય બેંકો પાસેથી વિદેશમાં લોન લીધી હતી. LoU એક પ્રકારની બેંક ગેરંટી છે. તેના આધારે વિદેશી બેંક અથવા ભારતીય બેંકની વિદેશી શાખા લોન આપે છે.

નિરવ મોદીના ગ્રાહકોમાં મોટી હસ્તીઓનુ નામ
52 વર્ષીય નીરવ મોદી જાણીતા બિઝનેસમેન રહી ચૂક્યા છે. નીરવના ભારત અને વિદેશમાં 9 બુટિક છે. તે 10 દેશોમાં 26 પેટાકંપનીઓ દ્વારા બિઝનેસ કરે છે. તે યુએસ, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, મકાઉ, હોંગકોંગ, બેલ્જિયમ, યુએઈ, રશિયા અને સિંગાપોરમાં પણ બિઝનેસ ધરાવે છે. નીરવ મોદીના ગ્રાહકોમાં કેટ વિન્સલેટ, રોઝી હંટીંગ્ટન-વોટલી, નાઓમી વોટ્સ, કોકો રોશા, લિસા હેડન અને ઐશ્વર્યા રાય જેવી વિશ્વ વિખ્યાત હસ્તીઓ સામેલ હતી.












Click it and Unblock the Notifications
