Bubanic Plague: ચીનમાં વધુ એક બીમારીનો કહેર, જાણો કઇ રીતે ફેલાય છે બ્યૂબોનિક પ્લેગ
Bubanic Plague: ચીનમાં વધુ એક બીમારીનો કહેર, જાણો કઇ રીતે ફેલાય છે બ્યૂબોનિક પ્લેગ
બેઇજિંગઃ કોરોના વાયરસ બાદ ચીનમાં વધુ એક ઘાતક બીમારી ફેલાણી હોવાના સમાચાર મળી રહ્યો છે. આ બીમારીનું નામ બ્યૂબોનિક પ્લેગ (Bubanic Plague) છે. ઉત્તરી ચીનના એક શહેરમાં બ્યૂબોનિક પ્લેગનો એક સંદિગ્ધ દર્દી સામે આવ્યો હોવાનો મામલો મળી આવ્યો છે. ચીનની સરકારી પીપલ્સ ડેલી ઓનલાઇનના રિપોર્ટ મુજબ આંતરિક મંગોલિયાઇ સ્વાયત્ત ક્ષેત્ર, બયન્નુર શહેરમાં બ્યૂબોનિક પ્લેગને લઇ રવિવારે એક ચેતવણી જાહેર કરવામાં આવી જેના એક દિવસ બાદ એક હોસ્પિટલે સંદિગ્ધ બુબોનિક પ્લેગનો મામલો નોંધ્યો છે. બયન્નુરમાં બ્યૂબોનિક પ્લેગના નિયંત્રણ અને નાબૂદી માટે લેવલ થ્રીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ દરમિયાન હવે સૌથી મોટો સવાલ એ છે કે આખરે આ વાયરસ શું છે અને તે કેવી રીતે લોકોમાં ફેલાય છે.

બ્યૂબોનિક પ્લેગ શું છે?
મધ્ય યુગમાં બ્લેક ડેથ (Black Death) ના રૂપમાં જાણીતા બ્યૂબોનિક પ્લેગ એક અત્યાધિક સંક્રામક અને ઘાતક બીમારી છે જે મોટાભાગે Rodents (ઉંદર)થી ફેલાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ આ બીમારી બેક્ટેરિયા યર્સિનિયા પેસ્ટિસના કારણે થાય છે, જે સામાન્ય રીતે નાના સ્તનધારિઓ અને તેની ચાંચડમાં મળતા એક જૂનોટિક જીવાણુ હોય છે, જેમાં રોગના લક્ષણ એકથી સાત દિવસ બાદ જોવા મળે છે. આ બીમારી સામાન્ય રીતે ચાંચડના કરડવાથી ફેલાય છે જે ઉંદેડા, છછુંદર, સસલાં અને ખિસકોલી જેવા સંક્રમિત જીવો પર ભોજન માટે નિર્ભર કરે છે.
ચીનમાં પ્લેગના મામલા અસામાન્ય નથી, પરંતુ હવે અહીં પ્લેગનો પ્રકોપ સતત વધી રહ્યો છે. વર્ષ 2009થી 2018 સુધી ચીનમાં પ્લેગના 26 મામલા સામે આવ્યા છે. આ દરમિયાન અહીં 11 લોકોના મોત થયાં છે.
બ્યુબોનિક પ્લેગ શું છે?
પ્લેગના મુખ્ય બે રૂપ છે- બ્યૂબાનિક અને ન્યૂમોનિક. ડબલ્યૂએચઓ મુજબ બ્યુબેનિક પ્લેગ સૌથી સામાન્ય છે, જેમાં પીડાદાયક સોજો થાય છે, લસિકામાં ગાઠો થાય છે. આ બહુ દુર્લભ બીમારી છે- 2010થી 2015 સુધી દુનિયાભરમાં 3248 મામલા સામે આવ્યા જેમાં 584 મોત સામેલ છે. હાલ આ બીમારીના વધુ મામલા લોકતાંત્રિક ગણરાજ્ય કાંગો, મડાગાસ્કર અને પેરુમાં છે.
બ્યુબોનિક પ્લેગ કેવી રીતે ફેલાય છે?
બ્યૂબોનિક પ્લેગ લોકોમાં કેવી રીતે ફેલાય છે તેને લઇ હજી સુધી સ્થિતિ સ્પષ્ટ નથી થઇ શકી. જો કે સતર્કતા તરીકે લોકોને કોઇપણ બીમાર કે મૃત Marmot (મોટા ઉંદરો અને ખિસકોલીઓ જેવા જાનવર) જોવા મળે તો તરત રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે. ચીનમાં લોકોને જાનવરોના શિકાર કરવાની ના પાડવામાં આવી અને જાનવર ખાવાની પણ ના પાડવામાં આવી છે, જેથી પ્લેગને અટકાવી શકાય. પાંચ દિવસ પહેલા ચીનની સમાચાર એજન્સી શિન્હુઆએ પશ્ચિમી મંગોલિયામાં ખોદ પ્રાંતમાં બુબોનિક પ્લેગના બે સંદિગ્ધ મામલાની સૂચના આપી હતી.
સમાચાર એજન્સી પીટીઆઇએ સ્થાનિક સ્વાસ્થ્ય પ્રાધિકરણના હવાલેથી લખ્યું કે વર્તમાનમાં આ શહેરમાં માનવ પ્લેગ મહામારી ફેલાવવાનો ખતરો છે. તેમણે સાર્વજનિક રૂપે પતાની આત્મ સુરક્ષા જાગરુકતા અને ક્ષમતામાં સુધાર કરવો જોઇએ અને અસામાન્ય સ્વાસ્થ્ય સ્થિતિઓનો તરત રિપોર્ટ કરવો જોઇએ. રિપોર્ટ્સ મુજબ અધિકારીઓએ ઘોષણા કરી કે ચીનમાં બ્યુબોનિક પ્લેગને લઇ જાહેર થયેલ આ ચેતવણી 2020ના અંત સુધી ચાલુ રહેશે.
ચીનમાં આ મામલો ક્યારે આવ્યો હતો?
નવેમ્બરમાં બેઇજિંગના અધિકારીઓએ કહ્યું કે ઇનર મંગોલિયાના બે લોકોમાં ન્યૂમોનિક પ્લેગ મળી આવ્યો. આ બીમારી પણ એજ બેક્ટરીયાના કારણે પ્લેગનું વધુ એક રૂપ છે. ન્યૂમોનિક પ્લેગ એકમાત્ર રૂપ છે જે શ્વાસના બીંદુઓના માધ્યમથી લોકોમાં ફેલાય શકે છે. જો ઇલાજ ના કરવામાં આવે તો ન્યૂમોનિક પ્લેગ હંમેશા ઘાતક હોય છે જ્યારે બ્યુબોનિક પ્લેગ લગભગ 30-60 ટકા મામલામાં ઘાતક હોય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે જો જલદી ઇલાજ કરાવવામાં આવે તો એન્ટીબાયોટિક્સ બીમારીને ઠીક કરી શકે છે.
બ્યુબોનિક પ્લેગના લક્ષણ શું છે? (Symptoms Of bubonic Plague)
ડબલ્યૂએચઓ મુજબ બ્યૂબોનિક પ્લેગના લક્ષણોમાં અચાનક તાવ આવવો, ઠંડી લાગવી, માથુ અને શરીર દુખવું, શરીરમાં કમજોરી આવવી, ઉલટી થવી વગેરે જેવા લક્ષણો સામેલ છે.












Click it and Unblock the Notifications
