નેપાળઃ 40 યાત્રીઓને લઈ જઈ રહેલ બસનો ગોજારો અકસ્માત, 12ના મોત
નેપાળઃ 40 યાત્રીઓને લઈ જઈ રહેલ બસનો ગોજારો અકસ્માત, 12ના મોત
નવી દિલ્હીઃ પાડોસી દેશ નેપાળથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દર્દનાક ઘટના ઘટી છે. અહીંના સિંધુપાલચોક જિલ્લામાં યાત્રીઓથી ભરેલી એક બસ ખીણમાં ખાબકી છે, જેમાં 12 જેટલા લોકોના મોત થયાં છે જ્યારે કેટલાય લોકો ઘાયલ થઈ ગયા છે, જણાવવામાં આવી રહ્યું છે કે આ બસમાં 40 લોકો સવાર હતા, ઘટના સ્થળે સતત રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે, સ્થાનિક મીડિયા મુજબ મૃતકોની સંખ્યા વધી પણ શકે છે, હાલ ઘાયલોને હોસ્પિટલે દાખલ કર્યા છે.

પોલીસ મુજબ 40 તીર્થયાત્રીઓથી ભરેલી એક બસ કાલીચોક મંદિરથી પરત ફરી રહી હતી, આ દરમિયાન સવારે સાડા આઠ વાગ્યે બસ સિંધુપાલચોક જિલ્લાના સુનકોશી ગ્રામીણ નગરપાલિકા પાસે અચાનક બસ ચાલકે નિયંત્રણ ગુમાવી દીધું, જેના કારણે સંતુલન બગડી ગયું અને બસ ખીણમાં ખાબકી. ઘટનાનો શિકાર થયેલ લોકોના ઘરવાળા પોલીસ સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છે.
Nepal: At least 12 persons dead after a bus carrying 40 passengers met with an accident in Sindhupalchok district, today. Search and rescue operation underway.
— ANI (@ANI) December 15, 2019












Click it and Unblock the Notifications
