Video: ગટ ગટ કરીને બિયરની આખી કેન પી ગયો આ ઉંટ

સોશ્યિલ મીડિયા પર રોજ કોઈને કોઈ અજીબો ગરીબ વીડિયો વાયરલ થતો જ રહે છે. આવો જ એક વીડિયો ફરી વાયરલ થઇ રહ્યો છે, જેમાં ઉંટ બિયર પી રહ્યો છે.

સોશ્યિલ મીડિયા પર રોજ કોઈને કોઈ અજીબો ગરીબ વીડિયો વાયરલ થતો જ રહે છે. આવો જ એક વીડિયો ફરી વાયરલ થઇ રહ્યો છે, જેમાં ઉંટ બિયર પી રહ્યો છે. બિયર દુનિયામાં ઘણા લોકોનું મનપસંદ પીણું છે પરંતુ કોઈએ ક્યારેય પણ વિચાર્યું છે કે એક ઉંટ બિયર પી શકે છે. ઑસ્ટ્રેલિયામાં બિયર પી રહેલા ઉંટનો વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકોને વિશ્વાસ નથી આવી રહ્યો કે એક ઉંટ બિયર કઈ રીતે પી શકે છે.

Camel Drinks Beer

જ્યાં દુનિયાના ઉંટ ઘાસ ખાય છે અને પાણી પીવે છે ત્યાં જ ઑસ્ટ્રેલિયાના ઉંટ બિયર પીવે છે. આ વાતનો પુરાવો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને બધા જ હેરાન છે. ઑસ્ટ્રેલિન ન્યુ સાઉથ વેલ્સમાં ખરેખર એક ઉંટ બિયર પી રહ્યો છે. તેનો વીડિયો એક વ્યક્તિએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મુક્યો છે. તે વ્યક્તિ બિયરની મજા માણી રહ્યો હતો તેવા સમયે એક ઉંટ તેની પાસે આવે છે. ઉંટ એકદમ તેની નજીક આવી જાય છે અને બિયરને જોવા લાગે છે.

તે વ્યક્તિ ઉંટ તરફ બિયરની કેન ધરે છે તેમાંથી ઉંટ એક ઘૂંટ લે છે. ત્યારપછી ઉંટ જાતે જ બિયરનું કેન પોતાના મોઢા પર લગાવી દે છે અને ગટ ગટ કરીને આખું કેન ખાલી કરી નાખે છે. આ વીડિયો સોશ્યિલ મીડિયા પર પોસ્ટ થયાને એક દિવસ થયો છે અને સવા લાખ લોકો આ વીડિયો જોઈ ચુક્યા છે. લોકો ઉંટને બિયર પીતું જોઈને વિશ્વાસ નથી કરી રહ્યા.

એક નજર કરો આ વીડિયો પર..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X